મોરબીની માળિયા ફાટક ચોકડીએ ટ્રક કન્ટેનરના ચાલકે એકટીવાને કચડી નાખ્યું: ઇજા પામેલ મહિલા સારવારમાં
SHARE
મોરબીની માળિયા ફાટક ચોકડીએ ટ્રક કન્ટેનરના ચાલકે એકટીવાને કચડી નાખ્યું: ઇજા પામેલ મહિલા સારવારમાં
મોરબીમાં આવેલ માળિયા ફાટક ચોકડી પાસેથી મહિલા પોતાનું એકટીવા લઈને પોતાના ઘર તરફ જઈ રહી હતી દરમિયાન ટ્રક કન્ટેનરના ચાલકે તેના એકટીવાને હડફેટે લીધું હતું અને મહિલાને એક્ટિવાને ટ્રક કન્ટેનર નીચે કચડી નાખ્યું હતું અને આ બનાવમાં મહિલાને શરીરે ડાબી બાજુએ તથા કમર અને થાપાના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ થઈ હતી અને અકસ્માત સર્જીને ટ્રક કન્ટેનરનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી ઇજાગ્રસ્ત મહિલાએ સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના હળવદ રોડ ઉપર ઘુટુ નજીક આવેલ રામકો વિલેજમાં રહેતા પૂજાબેન સુનિલભાઈ આચાર્ય (26)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક કન્ટેનર નંબર જીજે 12 બીએક્સ 7611 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી તેઓ પોતાનું એકટીવા નંબર જીજે 36 એડી 1044 લઈને પસાર થઈ રહ્યા હતા દરમ્યાન વણાંક લેતા સમયે ટ્રક કન્ટેનરના ચાલકે ફરિયાદીના એક્ટિવાને હડફેટે લીધું હતું અને એકટીવાને ટ્રક કન્ટેનર નીચે કચડી નાખ્યું હતું. આ બનાવમાં ફરિયાદી મહિલાને શરીરે ડાબી સાઈડમાં અને કમર તથા થાપાના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને ટ્રક કન્ટેનરનો ચાલક સ્થળ ઉપર તેનું વાહન છોડીને નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વૃદ્ધ સારવારમાં
હળવદના રણમલપુર ગામે રહેતા પોપટભાઈ મહાદેવભાઇ પારેજિયા (90) નામના વૃદ્ધ ગામમાં આવેલ ખોડીયાર મંદિર પાસેથી બાઈકમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે વૃદ્ધનું કોણીનું હાડકું ભાંગી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
સગીર સારવારમાં
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા ધ્રુવીકભાઈ મુકેશભાઈ (17) નામનો યુવાન શીતળા માતા ધાર વિસ્તારમાં હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવમાં તેને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.