મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 7.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ


SHARE







વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 7.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ

વાંકાનેર પાસે આવેલ વિઠલપર ગામ નજીકથી દારૂની હેરાફેરી થવાની છે તેવી હકકીત આધારે પોલીસે વોચ રાખી હતી દરમ્યાન મળેલ બાતમી મુજબની કાર ત્યાંથી નીકળી હતી જેને રોકીને પોલીસે ચેક કરતાં તેમાંથી 252 બોટલ દારૂ મળી આવેલ હતો જેથી દારૂ અને કાર મળીને 7.82  લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વિઠલપર ગામના પાટિયા પાસેથી દારૂ ભરેલ કાર નીકળવાની છે તેવી બાતમી મળી હતી જેથી પોલીસે વોચ રાખી હતી ત્યારે કાર નંબર જીજે 3 પીએમ 5755 ત્યાંથી નીકળી હતી જેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની 252 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,77,200 નો દારૂ તેમજ 5 હજારની કિંમતનો એક મોબાઈલ, 5 લાખની કિંમતની કાર આમ કુલ મળીને 7,82,200 નો મુદામાલ કબ્જે કર્યો છે અને આરોપી સુનીલ હરેશભાઈ ઉર્ફે હકાભાઇ સાકરીયા (30) રહે. રાજકોટ વાળાની ધરપકડ કરી છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં સિરાજ રજાકભાઈ લિંગડીયા રહે. ખ્વાજા રોડ જંગલેશ્વર રાજકોટ વાળાનું નામ સામે આવ્યું છે જેથી બંને સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. અને બીજા આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.






Latest News