મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE





મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબીના વતની મંજુલાબેન અરવિંદભાઈ વસીયાણીના પતિ અરવિંદભાઇનું અવસાન થયેલ.તેમણે એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સનો વીમો લીધેલ હતો.ઈન્શ્યોરન્સ કંપનીએ રેપ્યુડેશન લેટરથી વીમો આપવાની ના પાડતા મંજુલાબેને શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરાવ્યો હતો.ગ્રાહક અદાલતમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે મંજુલાબેન અરવિંદભાઈ વસીયાણીને રૂ.૫,૦૦,૦૦૦ વ્યાજ અને ખર્ચ સાથે ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે મોરબીના મંજુલાબેન અરવિંદભાઈ વસીયાણીએ એચડીએફસી ફાયનાન્સ પાસેથી પાંચ લાખનો વીમો લીધેલ હતો.બાદમાં અરવિંદભાઈનું તા.૨૦-૪-૨૦ ના કુદરતી રીતે અવશાન થતા વીમા કંપાનીએ તેમના પત્નિ મંજુલાબેન વસીયાણીએ તમામ કાગળો રજુ કરેલ.પરંતુ વીમા કંપનીએ એવું કહયું કે અરવિંદભાઈને હર્નીયા હતું.તેથી વીમો મળે નહીં.તેમણે રોગ છુપાવેલ હોય વીમો મળે નહીં.પરંતું ડોકટરના સર્ટી મુજબ લીવરની બીમારીને કારણે અરવિંદભાઈનું મૃત્યુ થયેલ છે.વીમાનું પ્રીમીયર ગ્રાહકે ભરેલ છે આ માટે વીમા કંપની રેપ્યુડેશન લેટરનો આશરો લઈ શકે નહી માટે એચ.ડી.એફ.સી ઇન્સ્યોરન્સે મંજુલાબેન અરવિંદભાઈ વસીયાણીને રૂા.૫,૦૦,૦૦૦ તા.૨૭-૨-૨પ થી છ ટકાના વ્યાજ અને ૫૦૦૦ ખર્ચ સહિત ચુકવવા આદેશ કરેલ છે.ગ્રાહકને કોઈપણ જગ્યાએ ગ્રાહક તરીકે અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હમેશા લડવું જોઈએ. કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

 




Latest News