મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની ત્રણ રેડ: 128 બોટલ દારૂ-68 બીયરના ટીન કબ્જે, બે આરોપી પકડાયા: ત્રણની શોધખોળ


SHARE































મોરબીમાં દારૂની ત્રણ રેડ: 128 બોટલ દારૂ-68 બીયરના ટીન કબ્જે, બે આરોપી પકડાયા: ત્રણની શોધખોળ

મોરબીના સનાળા ગામે રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 123 બોટલ દારૂ તથા 63 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કુલ મળીને 1,55,760 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો જો કે, ઘરધણી હાજર ન હોય હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ ચાર શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના સનાળા ગામે રહેતા મહાવીરસિંહ ધીરુભાઈ ઝાલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 123 બોટલ તેમજ 63 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને 1,55,760 ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોય હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઘરધણી મહાવીરસિંહ ધીરુભાઈ ઝાલા તથા હરેશભાઈ નરસીભાઈ દેવાયતકા રહે. રાજકોટ, સાગર ઉર્ફે લાલો નારણભાઈ ચાવડા રહે. સનાળા તેમજ નારણભાઈ આહિર રહે. ભચાઉ વાળાની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસેથી કાર નંબર જીજે 12 ઇઇ 0601 પસાર થઈ રહી હતી જેને એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી 6 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 720 ની કિંમતનો બિયરનો જથ્થો તથા કાર કબજે કરવામાં આવી હતી અને આરોપી હરેશભાઈ નરસીભાઇ દેવાયતકા (33) રહે. સેટેલાઈટ ચોક, રાજ રેસીડેન્સી મોરબી રોડ રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મહાવીરસિંહ ધીરુભાઈ ઝાલા રહે. સનાળા મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડ રોડ ઉપર વિજય ટોકીઝ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની પાંચ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 600 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મહીપતભાઈ રણછોડભાઈ દેત્રોજા (34) રહે. હકાભાઇ ભરવાડના મકાનમાં શીતળા માં ના મંદિર પાસે મફતીયાપરામાં ધાંગધ્રા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.












Latest News