મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

ટંકારામાંથી સગીરાનું અપહરણ: માતાએ ફરિયાદ નોંધાવી


SHARE





ટંકારામાંથી સગીરાનું અપહરણ: માતાએ ફરિયાદ નોંધાવી

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કારખાનામાં મજૂરી કામ કરવા માટે તેને આવેલા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં સગીરાની માતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લધીરગઢ ગામે આવેલ જય બાલાજી પોલિપેક નામના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા રચનાબા હરીસિંહ આહિરવાર (34)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુનિલ મોતીલાલ મહતો રહે. બિહાર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, ટંકારાની લતીપર ચોકડીના બ્રિજ નીચે માર્કેટ પાસેથી ફરિયાદીની સગીર વયની દીકરી સપનાનું આરોપી દ્વારા લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં ભોગ બનેલ સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તથા સગીરાને શોધી કાઢવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે

અકસ્માતમાં ઇજા

ટંકારાના ગણેશપર ગામે રહેતા દર્શનભાઈ રોહિતભાઈ પ્રજાપતિ (26) નામનો યુવાન મોરબીની વાવડી ચોકડી પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે અજાણી ટ્રાવેલ્સના ચાલકે કાવુ મારવા જતા સમયે બાઇકને હડફેટે લેતા તે બાઇકમાંથી પડી ગયો હતો અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરી છે.

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા કાદરીયાભાઈ વેસાકીયાભાઈ બામણીયા (30), લાભુબેન કાદરીયાભાઇ બામણીયા (25) અને અસ્મિતાબેન કાદરીયાભાઈ (4) નામના ત્રણેય વ્યક્તિઓ બાઈક ઉપર અમરાપર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે કૂતરુ આવતા  બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ત્રણેય વ્યક્તિઓને ઇજા થતાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News