માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઠંડીમાં 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન પૂરું પડતી મનપા


SHARE













મોરબીમાં ઠંડીમાં 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન પૂરું પડતી મનપા

મોરબી શહેરીમાં ઘરવિહોણા લોકો માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં કાતિલ ઠંડીમાં બહાર સૂતેલા 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન પૂરું પાડવામાં આવ્યું હતું.

મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલ શ્રી સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. ગત રાત્રીના સમયે કમિશ્નર અને નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી શાખા તથા સંસ્થાના સ્ટાફ દ્વારા રાત્રી સમયે ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલીંગ દ્વારા આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી ઠંડીને કારણે ઘરવિહોણા લોકોના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુ થી રાત્રી દરમ્યાન નાઈટ-ડ્રાઈવનું આયોજન કરી શહેરી ઘરવિહોણા લોકોને આશ્રયગૃહમાં તબદીલ કરવામાં આવેલા હતા. આ ડ્રાઈવ દ્વારા 36 ઘરવિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોચાડવામાં આવ્યા હતા. મોરબી મહાપાલિકા દ્વારા સદર આશ્રયગૃહમાં વધુને વધુ ઘરવિહોણા લોકોને લાભ લેવા કમિશ્નર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.






Latest News