મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરને ફેસબુકમાં ફેક આઈડી બનાવીને ગાળો લખનાર આપના સસ્પેન્ડ ઉપપ્રમુખ સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરને ફેસબુકમાં ફેક આઈડી બનાવીને ગાળો લખનાર આપના સસ્પેન્ડ ઉપપ્રમુખ સામે ગુનો નોંધાયો

મોરબીમાં રહેતા આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકરને સોશિયલ મીડિયાના ફેસબુકના પ્લેટફોર્મ ઉપર ફેક આઈડી બનાવીને એક શખ્સ દ્વારા જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને અભદ્ર ગાળો આપવામાં આવી હતી તેમજ સાહેદોને પણ ગાળો આપીને કોમેન્ટો લખવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હાલમાં આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ લાલપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં સબજેલની સામેના ભાગમાં આવેલ વણકરવાસમાં રહેતા આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર ભગવાનજીભાઈ બાબુભાઈ સાવરીયા (30)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચંદ્રકાંત માવજીભાઈ વિરમગામ રહે. 101 શિવ પેલેસ એપાર્ટમેન્ટ શ્યામ સોસાયટી અવની ચોકડી પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાં ગોપાલ પટેલ નામની ફેસબુક ઉપર ફેક આઈડી બનાવી હતી અને તે આઈડી પરથી ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી અભદ્ર ગાળો લખી હતી તથા સાહેદોને પણ ગાળો લખીને કોમેન્ટ કરી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

એક બોટલ સાથે એક પકડાયો

મોરબીના મહેન્દ્રનગર ગામે શીતળા માં વિસ્તારમાં જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 80 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી વિજયભાઈ બાબુભાઈ ઝાલા (35) રહે. મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News