મોરબી મહાપાલિકાના જનરલ બોર્ડમાં સફાઈ, ટ્રાફિક, મચ્છુ નદીની સફાઈ સહિતના પ્રશ્નો ગુંજયા મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો


SHARE





મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો

મોરબીના આંદરણા ગામે તાજેતરમાં જીવન વીમા એજન્ટ ખીમજીભાઈ હીરાભાઈ ચાવડા દ્વારા સરપંચના સહયોગથી વિનામૂલ્યે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વીમા એજન્ટ ખીમજીભાઈ ચાવડાએ વીમા પોલિસીમાં મળવાપાત્ર તમામ લાભો, બંધ રહેલી વીમા પોલીસીને ફરી ચાલુ કરવા, પોલિસીમાં કેટલી લોન મળશે તેના પર કેટલું વ્યાજ લાગશે ?  હાલમાં પોલિસીમાં કેટલી લોન બાકી અને વ્યાજ કેટલું તેમજ ક્યારે ભરપાઈ કરવું ? પ્રીમિયમના હપ્તામાં ફેરફાર કરવા, પોલિસીની લોન સંપૂર્ણપણે ભરપાઈ કર્યા બાદ ઓરીજનલ પોલિસી દસ્તાવેજ પરત મળી ગયો ? બૅંક, ફાયનાસન્સ કંપનીમાં પોલિસી સિકિયોરિટી હેતુથી ગીરવે મૂકી શકાય ? પોલિસીમાં મળવાપાત્ર મનીબેન્કના તમામ હપ્તા સમયસર મળવા, પોલિસીમાં બોનસની માહિતી, શેરબજાર આધારિત પોલિસીની ફંડ વેલ્યુ અને પોલિસીમાં પાકતી રકમ ક્યારે મળવી તે સહિતના વીમા પોલીસીને લગતા તમામ મુંઝવતા પ્રશ્નોના નિરાકરણની વિસ્તૃત સમજણ આપી હતી. જેથી ખીમજીભાઈ ચાવડા અને એલઆઇસીના વિકાસ અધિકારી ધવલભાઈ સેજપાલનો સરપંચ સહિત ગામલોકોઆભાર વ્યક્ત કર્યો હતો.




Latest News