મોરબી મહાપાલિકાના જનરલ બોર્ડમાં સફાઈ, ટ્રાફિક, મચ્છુ નદીની સફાઈ સહિતના પ્રશ્નો ગુંજયા મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું


SHARE





2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યો તેને કેન્દ્ર સરકારના માજી મંત્રી મોહનભાઈ કુંડારીયા દ્વારા આવકારવામાં આવ્યું છે અને વિકસિત ભારતના સપનાને સાકાર કરનાર બજેટ રજૂ કરવા બદલ વડાપ્રધાન તેમજ કેન્દ્ર સરકારને અભિનંદન આપ્યા હતા.

મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઓફિસ ખાતે આજે આ પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં માજી કેન્દ્રિય મંત્રી મોહનભાઈ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપના માજી પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે પત્રકારોને સંબોધતા મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યુ હતું કે, તાજેતરમાં કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા સતત નવમી વખત કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કર્યું હતું અને ખાસ કરીને દરેક વર્ગના લોકોને ધ્યાને રાખીને વિકસિત ભારતના સપનાને સાકાર કરનારું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારત સરકારનો આભાર વ્યક્ત કરીને બજેટને આવકારયું હતું અને ખાસ કરીને તેઓને કહ્યું હતું તે તેઓ વર્ષ 2014માં પહેલી વખત સાંસદ બન્યા હતા ત્યારે દેશનું નાણાકીય વર્ષનું બજેટ માત્ર 17 લાખ કરોડ રુપિયાનું હતું જો કે, તાજેતરમાં જે બજેટ રજૂ કરવાં આવ્યું છે તે 53 લાખ કરોડ રુપિયાનું છે આમ વર્ષ 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ બજેટને આવકારીને સરકારને અભિનંદન આપ્યા હતા.




Latest News