મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી ચાર જગ્યાએ વિદેશી દારૂની રેડ: 15 બોટલ દારૂ-2 બિયરના ટીન સાથે 4 પકડાયા


SHARE































મોરબીમાં જુદીજુદી ચાર જગ્યાએ વિદેશી દારૂની રેડ: 15 બોટલ દારૂ-2 બિયરના ટીન સાથે 4 પકડાયા

મોરબી શહેરમાં જુદીજુદી ચાર જગ્યાએ વિદેશી દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની નાની અને મોટી કુલ મળીને 15 બોટલ તેમજ 2 બિયરના ટીન મળી આવ્યા હતા જયારે માળીયા મિયાણાં તાલુકાના મોટા દહીસરા ગામની સીમમાં વોંકળાના કાંઠેથી પોલીસે 1600 લીટર આથો કબ્જે કર્યો છે

મોરબીમાં સર્કિટ હાઉસ રોડ ઉપર આવેલ કુળદેવી પાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની પાંચ બોટલ મળી આવતા 1375 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસે આરોપી દિનેશભાઈ સોમાભાઈ પુરબીયા (37) રહે. સર્કિટ હાઉસ સામે મફતિયાપરા મોરબી વાળાની ધરપકડ કરી છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સીરામીક સિટીના મેઇન રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 2 બોટલ મળી આવતા 3100 ની કિંમતની દારૂની બોટલો સાથે પોલીસે આરોપી કુલદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (28) રહે. પંચાસર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ નાલા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બીયરના 2 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 240 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હિતેશભાઈ પ્રેમજીભાઈ અઘારા (45) રહે. રવાપર રોડ જલારામ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

આવી જ રીતે મોરબીના વાઘપરા શેરી નંબર 10 માંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક મોટી અને સાત નાની બોટલો મળી આવી હતી જેથી કરીને કુલ 1440 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી ભરતભાઈ સુરેશભાઈ સોનાગ્રા (40) રહે. વાઘપરા શેરી નંબર 10 મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

1600 લિટર આથો

માળીયા મિયાણાં તાલુકાના મોટા દહીસરા ગામની સીમમાં વોંકળાના કાંઠે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો આઠ બેરલમાં ભરેલો મળી આવ્યો હતો જેથી પોલીસે 1600 લીટર આથો જેની કિંમત 40,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોય હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જગતસિંહ જયુભા જાડેજા રહે. માળિયા મીયાણા વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News