માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની મહિલાને લગ્નના નામે છેતરીને દુષ્કર્મ, ત્રણ સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ


SHARE













મોરબીની મહિલાને લગ્નના નામે છેતરીને દુષ્કર્મ, ત્રણ સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ

મૂળ મોરબીની અને હાલ જામનગરના જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાને આજથી પાંચેક વર્ષ પહેલાં લગ્નના નામે મોરબી ખાતે છેતરવામાં આવી હતી અને તેણીની સાથે ત્રણ ઇસમો દ્રારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.આ બાબતે હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ મોરબીની રહેવાસી અને હાલ જામનગરના જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ઉપરોક્ત બનાવ સંદર્ભે નીતિન જગદીશભાઈ પરમાર, વિજય મનુભાઈ પરમાર તથા પ્રદીપ ઉર્ફે લાલો જયંતીભાઈ પરમાર રહે.ત્રણેય સેન્ટ મેરી સ્કૂલ પાસે નવલખી રોડ મોરબી સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે આજથી પાંચેક વર્ષ પહેલા એટલે કે તા.૧૪-૮-૨૦૨૦ ના રોજ ફરિયાદી જે તે સમયે મોરબી ખાતે રહેતા હતા તે મકાન ખાતે સામેવાળા પૈકીના નીતિન પરમાર કે જેની સાથે ભોગ બનનારને કુટુંબિક વ્યવહાર હોય ઘરે આવતા જતા હતા અને તે દરમિયાન ભોગ બનેલ મહિલાની સાથે એલફેલ બોલતા હતા અને કહેલ કે "તું મને ગમે છે"  અને એક વખત તે મહિલા જ્યારે ઘરે એકલી હતી ત્યારે તેણીની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને જો આ બાબતે કોઈને કહીશ તો તારા પરિવારની અંદર અને સમાજની અંદર તારી બદનામી કરી નાખીશ.તેમ કહીને મહીલાને ધમકી આપવામાં આવી હતી.તેમજ ફરિયાદી મહીલાને લગ્ન માટે દબાણ કરી લગ્ન ન કરે તો ફરિયાદીના બંને ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

બાદમાં નીતિન પરમારએ બાકીના બે એટલે કે વિજય પરમાર તથા પ્રદીપ પરમાર મારફતે પોતાને બોલાવીને રાજકોટ લઈ જવામાં આવી હતી અને ત્યાં લઈ જઇને લગ્ન થયા હોવાનું ખોટું બોલીને ફરિયાદી મહિલા સાથે વારંવાર નીતિન પરમાર દ્વારા દુષ્કર્મમાં કરવામાં આવ્યું હતું.અને જ્યારે નીતિન પરમાર હાજર ન હોય ત્યારે બાકીના બે એટલે કે વિજય પરમાર તથા પ્રદીપ પરમાર દ્વારા પણ ભોગ બનેલ મહિલા સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું.બાદ નીતિન પરમાર ભોગ બનેલ મહિલાને વાપી, વડોદરા, કચ્છ, મોરબી એમ અનેક અલગ અલગ જગ્યાએ સાથે લઈ ગયો હતો અને ત્યાં પણ મહિલા સાથે દુષ્કર્મ કરવા આવ્યુ હતુ.તથા બાકીના બે વિજય પરમાર અને પ્રદીપ પરમાર દ્વારા ભોગ બનેલ મહિલાને રાજકોટની હોટલમાં લઈ જઈ અલગ અલગ સમયે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.આમ લગ્નના નામે છેતરપિંડી કરી મહીલાની સાથે દુષ્કર્મ આચારવામાં આવેલ હોય મહિલા દ્વારા કંટાળી જઈને બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.જેથી પોલીસ દ્વારા ઉપરોકત ત્રણેેયની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેની આગળની તપાસ પીએસઆઇ એમ.આર.સિંધવ ચલાવી રહ્યા હોવાનું સ્ટાફમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે મળિયા ફાટક પાસે આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતા દાઉદભાઈ વલીભાઈ વકાલીયા નામના ૫૦ વર્ષના આધેડ સાયકલ લઈને મધુવન સોસાયટી ત્રાજપર નજીકથી જતા હતા ત્યાં અજાણ્યા બુલેટના ચાલકે તેઓને હડફેટે લેતા ઇજા પામ્યા હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર શેરી નંબર-૧ માં રહેતા વિનોદભાઈ ગોરધનભાઇ વાઘેલા નામના ૩૨ વર્ષના યુવાનનું બાઇક માળિયા ફાટક નજીક સ્લીપ થઇ જતાં ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.તેમજ મોરબીની સામાકાંઠે આવેલી ત્રાજપર ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા રણજીતભાઈ નરસિંહભાઈ (૨૩) તથા મહેન્દ્રભાઈ જાડેજા (૨૮) રહે.સામેકાંઠે મોરબીને ઇજા થયેલ હોય અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા અને બાદમાં બંનેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હોય પોલીસ દ્વારા બનાવની નોંધ કરવામાં આવી છે.જેની આગળની તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રએ જણાવેલ છે






Latest News