મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

જીવન ઉપયોગી શિક્ષણ: મોરબી ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા CPR અને સામાજિક જાગૃતિ માટે અભિયાન


SHARE













જીવન ઉપયોગી શિક્ષણ: મોરબી ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા CPR અને સામાજિક જાગૃતિ માટે અભિયાન

મોરબી શહેરમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ (NEGS) ના વિદ્યાર્થીઓ દ્વારા સામાજિક તથા જીવન બચાવતી CPR (કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન) અંગે જનજાગૃતિ અભિયાન યોજાઈ રહ્યું છે.

જેમાં વિદ્યાર્થીઓએ નુક્કડ નાટક, સંગીતમય કાર્યક્રમો અને CPR ના જીવંત પ્રદર્શન દ્વારા નાગરિકોને સમજાવ્યું હતું કે અચાનક હૃદયબંધ થાય ત્યારે સમયસર અને યોગ્ય CPR જીવન બચાવી શકે છે. CPR કરવાથી બચવાની શક્યતા ત્રણ ગણીએ વધી શકે છે, જ્યારે CPR વગર દર મિનિટે આશરે 10 ટકા બચવાની શક્યતા ઘટે છે. સાથે જ CPR દરમિયાન દર મિનિટે 100 થી 120 કમ્પ્રેશન તેમજ શ્વાસ અને કમ્પ્રેશન બંનેના મહત્વ વિશે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

મોરબીના અલગ અલગ વિસ્તારોમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા હાલ CPR અને સામાજિક જાગૃતિનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાઈ જીવન બચાવતી મહત્વપૂર્ણ માહિતી મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓની સરળ અને અસરકારક રજૂઆતોને કારણે લોકોમાં જાગૃતિ સાથે આત્મવિશ્વાસ પણ વધ્યો છે. માનવજીવનના રક્ષણ માટે શરૂ કરાયેલું આ અભિયાન આવનારા દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.

શિક્ષણની સાથે ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ વિદ્યાર્થીઓમાં માનવતા, જવાબદારી અને સમાજપ્રેમ વિકસે તેવા વિવિધ સામાજિક જાગૃતિ કાર્યક્રમો સતત આયોજિત કરતી રહે છે. આ અભિયાન દ્વારા શાળાએ પાઠ્યપુસ્તકની બહાર પણ જવાબદાર, સંવેદનશીલ અને સમાજ માટે ઉપયોગી નાગરિકો ઘડવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે.






Latest News