મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત માળીયા મીયાણામાં અગાઉ કરેલ લેન્ડગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને ભડાકા કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્
Breaking news
Morbi Today

મોરબીના મકનસરમાં ધંધા ખાર રાખીને યુવાન ઉપર કુહાડી વડે હુમલો


SHARE



















મોરબીના મકનસરમાં ધંધા ખાર રાખીને યુવાન ઉપર કુહાડી વડે હુમલો

મોરબીના મકનસરમાં ધંધાનો ખારમાં મહેશ પરમાર ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો. અને ટ્રાન્સપોર્ટ પાર્સલના ફેરા બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં ઇજા પામેલા યુવાનને રાજકોટ સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવેલ છે.

મોરબીના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા મહેશ તળશીભાઈ પરમાર (૩૭) ઉપર ગઈકાલે રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં તે પોતે પોતાના ઘરે હતો ત્યારે સામેવાળા અનવરભાઈ, દેવશીભાઈ અને તેની સાથેના અજાણ્યા માણસોએ યુવાનની સાથે ઝઘડો કર્યો હતો અને કુહાડી વડે માર મારતા યુવાનને ઇજા થઈ હતી જેથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલ છે. અને ઇજા પામેલા યુવાનના જણાવ્યા મુજબ તે રીક્ષાથી ટ્રાન્સપોર્ટ પાર્સલના ફેરા કરે છે અને સામે વાળા પણ તે જ કામ કરતા હોય, ધંધા ખારમાં ઝઘડો થયો હતો. આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.










Latest News