મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલ 4 માંથી સહકાર પેનલે 2 અને પરીવર્તન પેનલે 2 બેઠક મેળવી: ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ ગોરખધંધા: મોરબીમાં મોંઘા દારૂની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવાના ખેલનો પર્દાફાશ મોરબીમાં સામું જોવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને યુવાનને 3 શખ્સોએ લોખંડના ઘણ અને પાઇપથી માર માર્યો મોરબીની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતા 9 મહિલા સહિત કુલ 10 પકડાયા વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં શોર્ટ લાગતા મહિલાનું મોત: હળવદમાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો
Breaking news
Morbi Today

મોરબીના ડોક્ટરે 20 હજારમાં ભાડે આપેલા બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડમાં 14.55 લાખ આવ્યા !: ત્રણ સામે ફરિયાદ, એકની ધરપકડ


SHARE





મોરબીના ડોક્ટરે 20 હજારમાં ભાડે આપેલા બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડમાં 14.55 લાખ આવ્યા !: ત્રણ સામે ફરિયાદ, એકની ધરપકડ

સમગ્ર ભારત દેશની અંદર યેનકેન પ્રકારે કમિશન આપીને લોકોના બેન્ક એકાઉન્ટ ભાડે લેવામાં આવે છે અને ત્યારબાદ તેમાં સાયબર ફ્રોડના નાણા મેળવવામાં આવે છે અને તેને સગેવગે કરવામાં આવે છે જેથી આવા મ્યુલ એકાઉન્ટના ધારકો સામે ગુના નોંધીને પોલીસ દ્વારા આ ગુનાના મૂળ સુધી જવા માટેની કવાયત કરવામાં આવી રહી છે તેવામાં મોરબીમાં રહેતા ડોક્ટર દ્વારા તેનું બેન્ક એકાઉન્ટ 20 હજાર રૂપિયાના કમિશનમાં ભાડે આપવામાં આવ્યું હતું અને તે બેન્ક એકાઉન્ટની અંદર 14.55 લાખ રૂપિયા આવ્યા હતા અને તે પૈસાને સગેવગે કરવામાં આવ્યા છે જેથી ડોક્ટર સહિત કુલ ત્રણ શખ્સોની સામે મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જે પૈકી હાલમાં પોલીસે ડોક્ટરને પકડીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે હાલમાં મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 14 માં આવેલ ખ્વાજા પેલેસ ખાતે રહેતા ડોક્ટર સુજલ સબીરભાઈ ચામડીયા (20) તથા ચિરાગ રહે. અમદાવાદ અને મનોજ વાલજીભાઈ મકવાણા રહે. રંગપર તાલુકો બોટાદ વાળાની સામે ગુનો નોંધાયો છે જે અંગેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા અને વાવડી રોડ ઉપર ડોક્ટરની પ્રેક્ટિસ કરતા સુજલ સબીરભાઈ ચામડીયાએ પોતાનું બેન્ક એકાઉન્ટ 20 હજાર રૂપિયાના કમિશન પેટે ચિરાગ અને મનોજને ભાડે આપ્યું હતું અને ત્યારબાદ ચિરાગ અને મનોજે તેઓની સાથે લાગતા વળગતા શખ્સો સાથે પૂર્વ આયોજિત કાવતરું કરીને જુદા જુદા વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ કે પછી છેતરપિંડી કરીને ડોક્ટર સુજલ ચામડીયાના બેન્ક એકાઉન્ટમાં 14,55,349 રૂપિયા મેળવ્યા હતા જે પૈકીના 7,60,034 રૂપિયા વિડ્રો કરવામાં આવ્યા હતા જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલમાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.કે.સાંગાણી અને તેની ટીમ દ્વારા આરોપી સુજલ સબીરભાઈ ચામડીયા (20) રહે. લાતી પ્લોટ શેરી નંબર 14 ખ્વાજા પેલેસ પંચાસર રોડના નાકે મોરબી વાળાની ધરપકડ કરે છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.




Latest News