મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલ 4 માંથી સહકાર પેનલે 2 અને પરીવર્તન પેનલે 2 બેઠક મેળવી: ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ ગોરખધંધા: મોરબીમાં મોંઘા દારૂની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવાના ખેલનો પર્દાફાશ મોરબીમાં સામું જોવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને યુવાનને 3 શખ્સોએ લોખંડના ઘણ અને પાઇપથી માર માર્યો મોરબીની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતા 9 મહિલા સહિત કુલ 10 પકડાયા વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં શોર્ટ લાગતા મહિલાનું મોત: હળવદમાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામથી 108 મારફતે સારવારમાં લઈ જતાં વૃદ્ધનું રસ્તમાં હાર્ટ એટેકથી મોત


SHARE





મોરબીના મકનસર ગામથી 108 મારફતે સારવારમાં લઈ જતાં વૃદ્ધનું રસ્તમાં હાર્ટ એટેકથી મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામે રહેતા વૃદ્ધને 108 મારફતે સારવાર માટે લઈને આવતા હતા દરમિયાન રસ્તામાં હાર્ટ એટેક આવી જવાને કારણે તે વૃદ્ધનું મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના મકનસર ગામે રામજી મંદિર પાસે રહેતા નરભેરામભાઇ ભવાનભાઈ દેગામા (62) નામના વૃદ્ધને 108 મારફતે સારવાર માટે લઈને આવી રહ્યા હતા દરમિયાન રસ્તામાં હાર્ટ એટેક આવી જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એચ.પરમાર દ્વારા કરવામાં આવી છે

આધેડ સારવારમાં

મોરબીમાં આવેલ હરિ કુંજ એપાર્ટમેન્ટમાં કામ ઉપરથી પરત આવી રહેલા જયંતીભાઈ નાથાભાઈ પિત્રોડા (56) નામના આધેડ મહારાણા પ્રતાપ સર્કલ પાસે હતા ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેમને ઇજા થતાં ઇજા પામેલ આધેડને સારવાર માટે શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

યુવાન સારવારમાં

મૂળ મુંબઈનો રહેવાસી સુમિત અનિરુદ્ધભાઈ ગર્ગ (23) નામનો યુવાન મોરબી વસુધરા હોટલ પાસે પાર્ટી પ્લોટમાં કામ માટે થઈને આવ્યો હતો અને દરમિયાન તે અચાનક બેભાન થઈને ઢળી પડતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃદ્ધા સારવારમાં

મોરબીના રવાપર ગામે આવેલ ફ્લોરા-11 માં રહેતા જયાબેન જીવણભાઈ આરદેસણા (85) નામના વૃદ્ધા સનરાઈઝ માર્કેટના ખૂણા પાસે ઉભા હતા ત્યારે અજાણી કારના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ વૃદ્ધાને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરી છે

યુવાને ઝેરી દવા પીધી

મોરબીની નાની બજારમાં આવેલ મૂલાશેરીમાં રહેતો ઇમરાન અબ્દુલભાઈ સૈયદ (34) નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News