ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવાનનું અપહરણ કરીને માર મારવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવાનનું અપહરણ કરીને માર મારવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીના ઘુટુ ગામ પાસે ટાઈલ્સ કટીંગનું કારખાનું ધરાવતા યુવાનને જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તેના પિતા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ તેના કારખાને ક્રેટા ગાડી લઈને આવ્યા હતા અને લાકડાના ધોકા વડે યુવાનને મારમાર્યો હતો તેમજ ત્યાં હાજર રહેલા અન્ય એક વ્યક્તિને પણ લાફા માર્યા હતા ત્યારબાદ યુવાનનું ક્રેટા ગાડીમાં અપહરણ કરીને તેના ઘરે લઈ ગયા હતા અને ત્યાર યુવાનની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં પોલીસે વધુ બે આરોપીને પકડેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા બિંટુભાઈ રજનીકાંતભાઈ ગામી (26)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શૈલેષભાઈ જસમતભાઈ, અજયભાઈ અને અનિલભાઈ નામના કુલ ત્રણ શખ્સોની સામે બે દિવસ પહેલા ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાં નર્મદાની કેનાલ પાસે હેયાન માર્કેટિંગ નામનું તેનું ટાઇલ્સ કટીંગનું કારખાનું આવેલું છે અને તે પોતાના ટાઇલ્સ કટીંગના કારખાને હતો ત્યારે શૈલેષભાઈની ક્રેટા ગાડી નંબર જીજે 36 એસી 7822 માં ત્રણેય આરોપીઓ તેના કારખાને આવ્યા હતા અને ત્યાં લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાનને જમણા હાથના કાંડાના ભાગે માર મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તથા સાહેદ પિયુષભાઈ બરાસરાને શૈલેષભાઈએ લાફો માર્યો હતો.

ત્યારબાદ ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ગાળો આપીને તેનું ક્રેટા ગાડીમાં અપહરણ કર્યું હતું અને ફરિયાદીને તેના ઘરે લઈ જઈને ત્યાં તેની માતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે શરૂ કરી હતી. અને આ ગુનામાં પહેલા આરોપી અનિલભાઈ જયંતીભાઈ દેલવાડીયાની ધરપકડ કરી હતી અને હાલમાં તપાસની અધિકારી તાલુકા પીએસઆઇ એસ.એચ.ભટ્ટ અને તેની ટીમે આરોપી શૈલેષ જસમતભાઈ દેલવાણીયા (46) રહે. મહેન્દ્રનગર તથા અજય રવજીભાઈ કગથરા (38) રહે. મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે ઉલેખનીય છે કે, ફરિયાદીને આરોપી શૈલેષભાઈની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય સોશિયલ મીડિયા મારફતે વાંચતી થતી હતી તે બાબતનો ખાર રાખીને આરોપીઓ યુવાનને માર મારીને અપહરણ કર્યું હતું અને ફરિયાદીની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બાળક સારવારમાં

મોરબીના લાલપર ગામે રહેતો આનંદ હિતેશભાઈ વામજા (12) નામનો બાળક બાઇકમાં બેસીને મોરબીમાં નવયુગ સિલેક્શન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે તે બાઈકમાંથી પડી ગયો હતો જેથી તેને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી હતી.






Latest News