માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ: મહિલા સહિત બે સામે ફરિયાદ


SHARE













મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ: મહિલા સહિત બે સામે ફરિયાદ

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાની બહેન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત કુલ મળીને બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હાલમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલમાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની 11 વર્ષની સગીર દીકરીને મોરબી તાલુકાના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો અજય ભાંખોડિયા નામનો શખ્સ લગ્નની લાલચ આપીને અપહરણ કરીને લઈ ગયો હતો અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આરોપી અજય ભાંખોડિયા જેને ભગાડી ગયો હતો તે સગીર હોવાનું જાણતો હતો. છતાં તેનું અપહરણ કરીને લઈ ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ભોગ બનેલ સગીરાની બહેન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજય ભાંખોડિયા રહે. લક્ષ્મીનગર અને મનિષાબેન અનિલભાઈ વાલેરા રહે. અમદાવાદ વાળાની સામે ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલ અને તેની ટીમ ચલાવી રહી છે.

બાળક સારવારમાં

મોરબીમાં અવની પાર્ક પાસે આવેલ પાવરાની વાડીમાં રહેતો તુષારભાઈ અમરશીભાઈ ડાભી (9) નામનો બાળક સાયકલમાં મોમ્સ હોટલની પાસેથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન સાયકલમાંથી પડી જવાના કારણે તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે

યુવાન સારવારમાં

મોરબીના સનાળા ગામે રહેતા રગનભાઈ મકિયા (27) નામનો યુવાન પગપાળા ચાલીને રાજપર રોડ ઉપર મારુતિ સુઝુકીના શોરૂમ સામેથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન તેને અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે. 






Latest News