ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબીના માધાપર વિસ્તારમાંથી મળી આવેલ મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE







મોરબીના માધાપર વિસ્તારમાંથી મળી આવેલ મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન

મોરબીમાં બે દિવસ પહેલા જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમમાં કોલ કરવામાં આવેલ હતો અને કહ્યું હતુ કે, માધાપર પાસે રસ્તામાં એક મહિલા મળી આવેલ છે અને મહિલા સરખું સરનામું પણ આપતા નથી અને કાંઈ પણ બોલતા નથી અને મહિલા ગભરાયેલી હાલતમાં છે જેથી કરીને અભયમની ટીમ ત્યાં દોડી આવી હતી અને ત્યાર બાદ મહિલાનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું. 

મોરબી ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ રમીલાબેન તેમજ પાયલોટ મહેશભાઈ પરમાર માધાપર વિસ્તારમાં મહિલા પાસે પહોચ્યા હતા અને મહિલાને લોકોએ સુરક્ષિત રીતે બેસાડેલા હતી જેથી તેને અભયમની ટીમે સાંત્વના આપી હતી અને ત્યાર બાદ કાઉન્સિલીગ કર્યું હતું જેમાં મહિલાએ જણાવ્યુ હતું કે, હાલ હું ધંધુકાથી મારા બહેનના ઘરેથી આવી છું મારા બે લગ્ન થયાં છે અને પહેલા લગ્ન થયાં હતાં ત્યાંથી મારા છુટાછેડા થઇ ગયા છે અને બીજા મારા લવ મેરેજ થયાં હતાં ત્યાં મારા પતિ છેલ્લા એક મહિનાથી મૃત્યુ પામ્યા છે મારા માતા પિતા કે ભાઈ કોઈ નથી અને મારે ત્રણ બહેનો છે. જ્યારથી મારા પતિ મૃત્યુ પામ્યા ત્યારથી હું મારી બધી બહેનોનાં ઘરે થોડા થોડા દિવસો રહું છું હાલ મારી બહેનના ઘરે ધંધુકા રહેતી હતી અને ધંધુકાથી મારા બહેનના ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર હું બસમાં બેસીને મોરબી આવી ગયી છું મારી બીજી બહેન વાંકાનેર રહેતી હોય માટે મારે એમના ઘરે જાઉં છે પરંતુ અંધારું થઈ ગયું હોય તેથી મને રસ્તો મળતો ન હોય માટે રસ્તામાં એકલી બેઠી છું. જેથી કરીને અભયમની ટીમ દ્વારા મહિલાને આશ્વાશન આપીને રાત્રીના સમયે ઘરેથી નીકળી જવું નહીં તેના માટે સમજાવેલ છે. અને તેની બહેનનું સરનામું મેળવીને તેની પાસેથી આધાર પુરાવા મેળવીને મહિલાને તેની બહેન અને બનેવી સાથે મોકલી આપવામાં આવેલ છે.






Latest News