મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિના સમૂહલગ્નનું આયોજન: ૨૪ નવદંપતીઓ લગ્નગ્રંથિએ જોડાશે


SHARE













મોરબીમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિના સમૂહલગ્નનું આયોજન: ૨૪ નવદંપતીઓ લગ્નગ્રંથિએ જોડાશે

સામાજિક ખર્ચ ઘટાડવા અને સમૂહ ભાવના વધારવાના હેતુ સાથે મોરબીમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આગામી તા ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ ને મંગળવારના રોજ ૩૯ માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૨૪ નવદંપતી લગ્નગ્રંથિએ જોડશે.

આ વરીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન એસ્ટ્રોન સિરામિકની પાછળ રિવેરા સીરામિકની બાજુમાં રાખવામા આવેલ છે. અને સવારે ૫:૩૦ કલાકે ગણેશ સ્થાપના સાથે મંગલ શરૂઆત થશે, સવારે ૮:૧૫ કલાકે સામૈયા અને જાનનું સ્વાગત કરવામાં આવશે, સવારે ૯:૩૦ કલાકે સમારંભમાં પધારેલા મહેમાનો અને સંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે, સવારે ૧૦:૧૫ કલાકે હસ્ત મેળાપની મુખ્ય વિધિ થશે, બપોરે ૧:૧૫ કલાકે નવદંપતીઓને કરિયાવર ભેટ આપી વિદાય આપવામાં આવશે. આ તકે નવદંપતીને આશીર્વાદ આપવા મેહુલદાસ બાપુ અને યોગીશ્રી જ્યોતનાથજી બાપુ ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નાથાભાઈ સવાડિયા અને સહ-અધ્યક્ષ તરીકે માવજીભાઈ વારેવડીયા ઉપસ્થિત રહેશે.

વરિયા પ્રજાપતિ જ્ઞાતિના ઉદાર દાતાઓ તરફથી નવદંપતીઓને નવો ઘર-સંસાર વસાવવા માટે જરૂરી તમામ ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવી છે. જેમાં સોના-ચાંદીના દાગીના, સ્ટીલના વાસણો, કબાટ, પલંગ, ગાદલાં, મિક્સર, ઈસ્ત્રી, ગેસ સ્ટવ અને રસોડાની નાની-મોટી ૧૨૦થી વધુ વસ્તુઓનો સમાવેશ થાય છે. લગ્નની સાથે જ્ઞાતિમાં શિક્ષણ અને વાંચનનો વ્યાપ વધે તે માટે આ વખતે ખાસ પુસ્તક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વરીયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ મોરબીના પ્રમુખ ગોકળભાઈ ભોરણીયા, ઉપપ્રમુખ પ્રવિણભાઈ વારનેશીયા અને સમગ્ર સમિતિ જહેમત ઉઠાવી રહી છે.






Latest News