માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ખાખરેચી દરવાજા પાસે 2.5 કરોડના ખર્ચે અધ્યતન ગ્લો ગાર્ડન નિર્માણ પામશે


SHARE













મોરબીના ખાખરેચી દરવાજા પાસે 2.5 કરોડના ખર્ચે અધ્યતન ગ્લો ગાર્ડન નિર્માણ પામશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અધ્યતન લાઇટિંગ સહિતની સુવિધાઓથી ભરપૂર  ફરવાનું નવું સ્થળ મળી રહે તે માટે મોરબી મનપાની ઇલેક્ટ્રીક શાખાએ ગ્લો ગાર્ડનની પ્રાથમિક તબક્કાની ટેન્ડર પ્રોસેસ પૂર્ણ કરી છેઆગામી સમયમાં આ કામગીરીને શરૂ કરવામાં આવનાર છે,

મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રીક શાખા દ્વારા ખાખરેચી દરવાજા પાસે ગ્લો ગાર્ડન બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા મનપાની ઇલેક્ટ્રીક શાખા એ પૂર્ણ કરી છે, આગામી સમયમાં રૂ. 2.5 કરોડના ખર્ચે ગ્લો ગાર્ડન ની ભેટ મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને આપવામાં આવશે, અધ્યતન ગ્લો ગાર્ડનમાં વિવિધ પ્રકારની લાઇટિંગની ગોઠવણ કરવામાં આવનાર છે, ગ્લો ગાર્ડનમાં જુદા જુદા શેડમાં લાઇટિંગ ડેકોરેશન નગરજનોને જોવા મળશે જેમાં આધુનિક ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવશે.

ગ્લો ગાર્ડન થકી મોરબી શહેરમાં ખાખરેચી દરવાજા વિસ્તારમાં અત્યાધુનિક ફરવા લાયક નવું નજરાણું શહેરીજનો ને મળી રહેશેતેની ટેન્ડર પ્રક્રિયા સહિતની પ્રાથમિક તબક્કાની કામગીરી હાલ ઈલેક્ટ્રીક શાખાએ પૂર્ણ કરી છે, આગામી સમયમાં લાઇટિંગ ડેકોરેશન, વાયરીંગ, જુદા જુદા પ્રકારના શેડ સહિતની કામગીરી શરૂ કરવામાં આવનાર છે અને આ કામ પૂર્ણ થયા પછી મોરબીના લોકોને ફોટોશૂટ, સેલ્ફી પોઇન્ટ મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

આ સાથે જ મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રીક શાખા દ્વારા નિયમિત કરવામાં આવતી સ્ટ્રીટ લાઇટની કામગીરી વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતને ધ્યાને લઈ હાથ ધરવામાં આવે છેજેમાં તાજેતરમાં સનાળા રોડ પર સ્ટ્રીટ લાઈટના વીજપોલ પડી ગયા હતા, તે તમામ જગ્યા પર નવા વીજપોલ ઉભા કરી નવી સ્ટ્રીટ લાઈટની કામગીરી કરી હતી, અને નંદી ઘરથી વાવડી ગામ સુધીના વિસ્તારમાં તમામ જગ્યા પર ઈલેક્ટ્રીક શાખા દ્વારા નવા વીજપોલ ઉભા કરી સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. 






Latest News