મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી મનપામાં ઇમ્પેક્ટની અરજી કરનારા આસામીઓ ઘટતા દસ્તાવેજ રજૂ ન કરે તો હવે આગળની કાર્યવાહી કરાશે


SHARE











મોરબી મનપામાં ઇમ્પેક્ટની અરજી કરનારા આસામીઓ ઘટતા દસ્તાવેજ રજૂ ન કરે તો હવે આગળની કાર્યવાહી કરાશે

મોરબીમાં મંજૂરી વગર આગાઉ કરવામાં આવેલ બંધકામને રેગ્યુલરાઇઝ કરવા અર્થે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી અરજી કરેલ છે જો કે, ઘણા અરજદારોની અરજીમાં દસ્તાવેજ ઘટે છે તેને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા અગાઉ મંગાવવામાં આવ્યા હતા જો કે, તે આપવામાં આવેલ નથી જેથી કરીને આસામીઓને બીજી વખત પત્ર આપીને ઘટતા દસ્તાવેજ મંગાવવામાં આવેલ છે હવે જો આસામીઓ દ્વારા દસ્તાવેજ રજૂ કરવામાં નહીં આવે તો મહાપાલિકા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને જાણ કરવામાં આવે છે કે જેમના દ્વારા GRUDA (ઇમ્પેક્ટ ફી) અંતર્ગત અનધિકૃત બાંધકામને રેગ્યુલરાઇઝ કરવા અર્થે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી અરજી કરેલ છે તેમાં ૧૯૭૧ ની વિકાસ યોજના (ડીપી)ની હદમાં સમાવિષ્ટ વિસ્તારોની અરજીમાં પૂરતા દસ્તાવેજો રજૂ કરેલ ન હોય તેવા કિસ્સાઓમાં અગાઉ જરૂરી દસ્તાવેજ રજૂ કરવા પત્ર પાઠવેલ છે પરતું જે અરજદારોએ જરૂરી પૂરક દસ્તાવેજો રજૂ કરેલ ન હોય તેવા અરજદારોને પુન: પત્ર પાઠવીને બીજી તક આપવામાં આવેલ છે. જેથી કરીને અરજદારો પાસેથી માંગવામાં આવેલ બાકી રહેલા તમામ જરૂરી દસ્તાવેજો અને પૂરતા કાગળો મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં જમા કરાવી દેવામાં આવશે પછી જે તે બાંધકામને રેગ્યુલરાઇઝ કરવાની કાર્યવાહી પૂર્ણ કરી શકાશે. આ ઉપરાંત, મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ તથા ફાયર શાખા દ્વારા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા મકાનો કે જેમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેવા તમામ હોટેલ. મલ્ટીપ્લેક્ષ, થિયેટરમાં નોટિસ આપવામાં આવેલ છે તેવા પ્રકારના બાંધકામના સંચાલકોએ જરૂરી વિકાસ પરવાનગી તથા અન્ય જરૂરી મંજૂરીના આધારભૂત દસ્તાવેજો ટાઉન પ્લાનિંગ શાખામાં જમા કરાવવાના રહેશે. જો નિયત સમયમાં સંબધિત વ્યક્તિઓ દ્વારા દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને શહેરના આયોજનબદ્ધ વિકાસ, કાયદેસર બાંધકામ તથા નાગરિકોની સુરક્ષા માટે મહાપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી લોકોને તેમાં સહકાર આપવા અને સૂચનાઓનું પાલન કરવા મહાપાલિકા દ્વારા અનુરોધ કર્યો છે.






Latest News