મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં માળીયા ફાટક પાસે ટ્રક ચાલકે હડફેટે લઈને માથું કચડી નાખતા યુવાનનું મોત


SHARE































મોરબીમાં માળીયા ફાટક પાસે ટ્રક ચાલકે હડફેટે લઈને માથું કચડી નાખતા યુવાનનું મોત

મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ ઓવરબ્રિજ નીચેથી યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન ટ્રક ચાલકે તેને હડફેટે લીધો હતો અને યુવાન રસ્તા ઉપર નીચે પટકાતા તેના ઉપરથી ટ્રકનું ક્લીનર સાઈડનું ટાયર માથા ઉપરથી ફરી ગયું હતું જેથી યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડીયાર માતાજીના ચોક પાસે રહેતા અકબરભાઈ હાજીભાઈ મોવર (35)એ ટ્રક નંબર જીજે 10 ઝેડ 7453 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ ઓવરબ્રિજ નજીકથી તેમનો ભત્રીજો નિઝામ રહીમભાઈ મોવર (26) રોડ ક્રોસ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો દરમિયાન ટ્રકના ચાલકે ફરિયાદીના ભત્રીજાને હડફેટે લેતા તે રસ્તા ઉપર નીચે પડી ગયો હતો અને તેના માથા ઉપરથી ટ્રકનું ક્લીનર સાઈડનું ટાયર ફરી જવાના કારણે માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી નિજામનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને સંતાનોમાં બે દીકરીઓ છે જો કે, અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજતા બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ભેખડની વાડી વિસ્તારમાં રહેતો વિનોદભાઇ મોહનભાઈ પરમાર નામનો ૪૪ વર્ષનો યુવાન રાજકોટ આજીડેમ નજીક હતો ત્યાં બ્રિજ નજીક રીક્ષા સાથે અકસ્માત બનાવમાં ઈજા થઈ હોય તેને અત્રે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના માળિયા તાલુકાના સરવડ ગામે થયેલ મારામારીમાં ઇજાઓ થયેલ હોય કિશોર દેવાંશભાઈ લોખીલ (૩૫) રહે.મોટા દહીંસરા તા.માળીયા મિંયાણાને સારવાર માટે અત્રે સિવિલે ખસેડાયો હતો.  મોરબીના હળવદ પાસે આવેલા ચરાડવા ગામે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બનાવવામાં શંકર ગણેશભાઈ ચાવડા (૬૪) અને મગનભાઈ નથુભાઈ ચાવડા (૬૩) રહે.બંને ચરડવાને ઇજા થયેલ હોય મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવા આવ્યા હતા.












Latest News