મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ૬ બોટલ દારૂ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ


SHARE































મોરબીના વાવડી રોડે ૬ બોટલ દારૂ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની છ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 3342 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ દારૂની બોટલો જેની પાસેથી મળી હતી તેનું નામ પણ સામે આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની છ બોટલ મળી આવી હતી જેથી 3342 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને આરોપી બસીરભાઇ ઉર્ફે ટીકડી યુસુફભાઈ શાહમદાર (24) રહે. મહેન્દ્રપરા શેરી નં. 12 મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ દરમિયાન આ દારૂની બોટલો તેણે દશરથસિંહ વનરાજસિંહ ઝાલા રહે. માધાપર મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે

રાજપર ચોકડી પાસેથી દારૂ સાથે કાર ચાલક પકડાયો

મોરબીના સનાળા ગામ પાસે રાજપર ચોકડી નજીકથી પસાર થઈ રહેલ કાર નંબર જીજે 3 જેસી 5148 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા કારમાં જઈ રહેલા શખ્સ પાસેથી દારૂની બોટલ મળી આવી હતી જેથી 300 રૂપિયાની કિંમતનો દારૂ અને દોઢ લાખ રૂપિયાની ગાડી આમ કુલ મળીને 1,50,300 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપી લાલજીભાઈ હનુભાઈ વાઘેલા (29) રહે. આસ્થા સોસાયટી મેટોડા રાજકોટ વાળાની ધરપકડ કરી તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.












Latest News