મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર ડોક્ટરના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીમાં સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર ડોક્ટરના રિમાન્ડ મંજૂર

મોરબીમાં રહેતા ડોક્ટર દ્વારા તેનું બેન્ક એકાઉન્ટ 20 હજાર રૂપિયાના કમિશનમાં ભાડે આપવામાં આવ્યું હતું અને તે બેન્ક એકાઉન્ટની અંદર 14.55 લાખ રૂપિયા આવ્યા હતા અને તે પૈસાને સગેવગે કરવામાં આવ્યા છે જેથી ડોક્ટર સહિત કુલ ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયો હતો જે પૈકી ડોક્ટરની પોલીસે ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 14 માં આવેલ ખ્વાજા પેલેસ ખાતે રહેતા ડોક્ટર સુજલ સબીરભાઈ ચામડીયા, ચિરાગ રહે. અમદાવાદ અને મનોજ વાલજીભાઈ મકવાણા રહે. રંગપર તાલુકો બોટાદ વાળાની સામે ગુનો નોંધાયો હતો જેમાં જણાવ્યુ હતું કે, મોરબીમાં રહેતા ડો. સુજલ સબીરભાઈ ચામડીયાએ પોતાનું બેન્ક એકાઉન્ટ 20 હજાર રૂપિયાના કમિશન પેટે ચિરાગ અને મનોજને ભાડે આપ્યું હતું અને ત્યારબાદ ચિરાગ અને મનોજે તેઓની સાથે લાગતા વળગતા શખ્સો સાથે પૂર્વ આયોજિત કાવતરું કરીને જુદા જુદા વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ કે પછી છેતરપિંડી કરીને ડોક્ટર સુજલ ચામડીયાના બેન્ક એકાઉન્ટમાં 14,55,349 રૂપિયા મેળવ્યા હતા જે પૈકીના 7,60,034 રૂપિયા વિડ્રો કરવામાં આવ્યા હતા જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં પોલીસે આરોપી સુજલ સબીરભાઈ ચામડીયા રહે. ખ્વાજા પેલેસ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના સામેકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે શીતળામાતા ધાર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઈજા થતાં ભાવેશ મનસુખભાઈ પટેલ (૩૨) રહે.રામપર મોરબીને માથા અને છાતિમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લઇ જવાયો હતો.જ્યારે મોરબીના મહેન્દ્રનગર ગામના ભાવેશભાઈ વશરામભાઈ નામના ૪૫ વર્ષના યુવાનને ઘર નજીક અજાણ્યા વ્યક્તિ સાથે ઝઘડો થયા બાદ મારામારી થઈ હતી જેમાં શરીરના ભાગે ઈજા થતા મોરબી સીવીલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો.તેમજ મોરબી વીસીપરામાં રહેતા અલીભાઈ સિકંદરભાઈ ભટ્ટી નામના ૭૫ વર્ષના વૃદ્ધ વીસીપરામાંથી બાઈકમાં જતા હતા ત્યારે પડી ગયા હોય ઈજા થતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના હરીપર (કેરાડા) ગામના પાટીયા પાસે કેનાલ નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં આશિષ અશોકભાઈ ઝિંઝવાડીયા (૨૦) રહે.રવાપર (નદી) ને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો.જ્યારે મોરબીના રંગપર ગામ પાસે આવેલ કારખાના ખાતે મારામારીના બનાવમાં ઇજા થતા રાજેશભાઈ નામના ૪૫ વર્ષના યુવાનને સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News