મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ


SHARE











મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ

મોરબીમાં રહેતા ડોક્ટર દ્વારા તેનું બેન્ક એકાઉન્ટ 20 હજાર રૂપિયાના કમિશન માટે ભેજાબાજ શખ્સોને ભાડે આપવામાં આવ્યું હતું ત્યાર બાદ તેના બેન્ક એકાઉન્ટમાં 14.55 લાખ રૂપિયા આવ્યા હતા જેમાંથી 7.60 લાખ રૂપિયા ઓનલાઈન સગેવગે કરવામાં આવ્યા હતા જેથી કરીને ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયેલ હતો જેમાંથી પોલીસે પહેલા ડોકટરની ધરપકડ કરી હતી ત્યાર બાદ આવી જ રીતે બેન્ક એકાઉન્ટ ભાડે આપનારા બીજા એક શખ્સને પણ મોરબીમાંથી પકડવામાં આવેલ છે અને આ ગુનામાં હજુ મુખ્ય ભેજાબાજ શખ્સોને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

સમગ્ર ભારત દેશની અંદર યેનકેન પ્રકારે કમિશન આપીને લોકોના બેન્ક એકાઉન્ટ ભાડે લેવામાં આવે છે અને લોકોની સાથે સાયબર ફ્રોડ કરીને તેના નાણા તેમાં મેળવીને સગેવગે કરવામાં આવતા હોય છે આવી વધુ એક ફરિયાદ મોરબી જિલ્લા સાબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે જેમાં મોરબીમાં આવેલ ખ્વાજા પેલેસ ખાતે રહેતા ડોક્ટર સુજલ સબીરભાઈ ચામડીયા (20) તથા ચિરાગ રહે. અમદાવાદ અને મનોજ વાલજીભાઈ મકવાણા રહે. રંગપર તાલુકો બોટાદ વાળાની સામે ગુનો નોંધાયો હતો જે ગુનામાં આરોપી સુજલ સબીરભાઈ ચામડીયા  રહે. ખ્વાજા પેલેસ મોરબી અને અકબર ફકરુદીનભાઈ શેખ રહે. મોરબી વાળાની ધરપકડ કરેલ છે

આ ગુનાની ડીવાયએસપી વિરલ દલવાડી પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના રહેતા ડો. સુજલ સબીરભાઈ ચામડીયાએ પોતાનું બેન્ક એકાઉન્ટ 20 હજાર રૂપિયાના કમિશન માટે આરોપી ચિરાગ અને મનોજને ભાડે આપ્યું હતું અને ત્યારબાદ ચિરાગ અને મનોજે તેઓની સાથે લાગતા વળગતા શખ્સો સાથે મળીને જુદા જુદા વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ કે પછી છેતરપિંડી કરીને ડો. સુજલ ચામડીયાના બેન્ક એકાઉન્ટમાં 14,55,349 રૂપિયા મેળવ્યા હતા જે પૈકીના 7,60,034 રૂપિયા વિડ્રો કરવામાં આવ્યા હતા બાકીની રકમને બેન્ક એકાઉન્ટમાં ફ્રીઝ કરવામાં આવેલ છે

વધુમાં જણાવ્યુ હતું હતું કે, આ શખ્સની સામે અગાઉ પંજાબ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આવી જ ફરિયાદ નોંધાયેલ છે અને ગુજરાતમાં ચોથો ગુનો નોંધાયો છે. જો કે, આરોપી અકબર ફકરુદીનભાઈ શેખે પણ તેનું બેક એકાઉન્ટ ભાડે આપ્યું હતું અને તેમાં આંધ્રપ્રદેશમાંથી 29 લાખ રૂપિયા આવ્યા હતા જેને વિડ્રો કરીને સગેવગે કરવામાં આવેલ છે. હાલમાં આરોપી  ડો. સુજલ ચામડીયાને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આરોપી અકબર શેખે બે દિવસના પોલીસ રિમાન્ડ ઉપર છે.

વધુમાં સાબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.વસાવા પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ મળીને 15 જેટલા મ્યુલ એકાઉન્ટને લગતા ગુના નોંધવામાં આવેલ છે. અને આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં હાલમાં બે આરોપીને પકડવામાં આવેલ છે જો કે, બંને પાસેથી બેન્ક એકાઉન્ટ ભાડે લેનારા આરોપી ચિરાગ અને મનોજને પકડવા માટેની હાલમાં તજવીજ ચાલી રહી છે.






Latest News