મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ


SHARE































મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ

સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની હાજરીમાં મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશના હૉલ ખાતે મિટિંગ યોજાઇ હતી જેમાં અધિકારીઓએ દ્વારા ગ્રાઉન્ડ વોટર માટે NOC કેવી રીતે મેળવવી  તેમજ NOC  પેન્ડિંગ હોય તો આગળ શું કાર્યવાહી કરવી જેવા મુદ્દાઓની ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશના હૉલ ખાતે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) ના અમદાવાદથી આવેલા અધિકારી ડૉ.રતિકાંત નાયક (પ્રાદેશિક નિયામક, બિસ્વરૂપ મહાપાત્ર (સાયન્ટિસ્ટ), સદ્દામ હુસૈન (સાયન્ટિસ્ટ) અને પ્રબોધકુમાર કુશ્વાહા (STA)ની હાજરીમાં જાગૃતિ કાર્યક્રમ તથા ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરએક્ટિવ સેશનમાં સિરામિક ઉદ્યોગકારોને ગ્રાઉન્ડ વોટર પરમિશન NOC પ્રક્રિયા વિગેરે સંબંધિત મુદ્દાઓની  વિગતવાર છણાવટ કરી  માર્ગદર્શન આપ્યું હતું. 

આ ઉદ્યોગકારોને આવતાં પ્રશ્નો જેમ કે, ગ્રાઉન્ડ વોટરનો વપરાશના કરતા  હોવા છતાં જો શો કોઝ આવી હોય તો  શો કોઝ કેન્સલ કરવા માટે પોર્ટલ પર ડેટા ફિલઅપની પ્રક્રિયા, ગ્રાઉન્ડ વોટર માટે NOC કેવી રીતે મેળવવી  તેમજ NOC  પેન્ડિંગ હોય તો આગળ શું કાર્યવાહી કરવી જેવા મુદ્દાઓ અંગે અધિકારીઓ દ્વારા સ્પષ્ટ અને ઉપયોગી માહિતી ઓન લાઇન પોર્ટલ પર આપવામાં આવી હતી. જે માટે એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા, સંદીપભાઈ કુંડારિયા સહિતના હોદ્દેદારો દ્રારા અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં  બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.












Latest News