મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત


SHARE













મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત

મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા આધેડ ઉપર લિફ્ટ પડતા ઇજા થવાથી તેઓને સારવાર લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે જ્યારે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ધુતારી વાડી વિસ્તારમાં રહેતા યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો જે બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ સોખડા ગામ પાસે પીરવોન લેમીનેટ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા લલનભાઈ ગણેશભાઈ પ્રસાદ (52) કારખાનામાં કામ કરી રહ્યા હતા ત્યારે તેના ઉપર લિફ્ટ પડવાના કારણે તેઓને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સેસ સિનેમા સામેના ભાગમાં ધુતારીની વાડી વિસ્તારમાં રહેતા કિશનભાઇ વાલજીભાઈ વાઘેલા (22) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News