મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત


SHARE





માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત


મોરબી કંડલા હાઇવે રોડ ઉપર આવેલ સુરજબારી પુલ પાસેથી ટેન્કર ચાલાક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર ટેન્કર પલટી મરી ગયું હતું અને અકસ્માતના આ બનાવમાં ટેન્કરનો ચાલક ટેન્કરની નીચે દબાઈ ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સુરજબારી પુલ પાસેથી રાજસ્થાનના ઉમેદા ફળિયું ગામનો રહેવાસી મુકેશ લાલા મીણા (28) નામનો યુવાન ટેન્કર નંબર જીજે 12 બી એક્સ 3870 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈપણ કારણોસર તેને પોતાના ટેન્કરના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ટેન્કર પલટી મારી ગયું હતું અને અકસ્માત થયો હતો. આ બનાવમાં ટેન્કરનો ચાલક ટેન્કર નીચે દબાઈ ગયો હતો જેના કારણે તેને શરીરે ગંભીર ઈજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ કમલેશ લાલા મીણા (32) રહે ઉમેદા ફળિયું રાજસ્થાન વાળાની ફરિયાદ લઈને મૃતક યુવાન સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઈક ચાલકે હડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા
વાંકાનેર નજીકના લિંબાળા ગામે રહેતા રૂકશાનાબેન શાહબુદ્દીનભાઈ કડીવાર (35) એ બાઈક નંબર જીજે 36 એ એન 5281 ના ચાલક સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓ ઘરેથી શાક બકાલુ લઈને ચોટીલા હાઈવે ની સાઈડમાં શાકભાજી વેચવા માટે ગયા હતા અને 4:30 વાગ્યાના અરસામાં તેઓ પરત ઘર બાજુ જવા માટે નીકળ્યા હતા ત્યારે લિંબાળા ધાર પાસે અનમોલ સિમેન્ટના કારખાનાની સામેના ભાગમાં બાઈક ચાલકે તેઓને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં મહિલાને ડાબા પગમાં ફેક્ચર અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News