માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય


SHARE













મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય

મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી જેમાં 6 ડિરેક્ટરોને ચૂંટવા માટે બેંકના કુલ 6596 મતદારોમાંથી 2049 મતદારોએ મતદાન કર્યું હતું અને મોદી રાત સુધી મતગણતરી ચાલી હતી અને જુદીજુદી બે પેનલ પૈકી ફૂલના નિશાન ઉપર 5 અને સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય થયો છે જોકે, અગાઉથી ત્રણ ડિરેક્ટરો બિનહરીફ વિજેતા થયેલ હતા.

મોરબી નાગરિક બેંકના 9 ડિરેક્ટરોની મુદત પૂર્ણ થતી હોય 9 ડિરેક્ટરોની વરણી કરવા માટે થઈને ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને તેમાં 6 જનરલ, 2 મહિલા અનામત અને 1 એસીએસટી અનામત બેઠક હતી તે પૈકી બે મહિલા અનામતની સીટમાં જ્યોતિબેન વિરાણી તથા હંસાબેન ઠાકર અને એસસીએસટી અનામત બેઠક ઉપર વિજયભાઈ વાઘેલા ડિરેક્ટર તરીકે પહેલા જ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

ત્યારબાદ જનરલ કેટેગરીમાં જે 6 ડિરેક્ટરો માટે ફુલ અને સિંહના નિશાન સાથે જુદી જુદી બે પેનલ સાથે કુલ 12 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી કરી છે અને રવિવારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરોને ચૂંટવા માટે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન ચાલ્યુ હતું અને બેંકના કુલ 6596 સભાસદ પૈકીના 2049 સભાસદોએ મતદાન કર્યું હતું. અને મત પેટીમાં ઉમેદવારોના ભાવિન સીલ કર્યા હતા. જે મત પેટીને એક પછી એક ખોલીને મત ગણતરી શરૂ કરવામાં આવી છે. અને રાતના એક વાગ્યા સુધી મત ગણતરી ચાલી હતી.

ઉલેખનીય છે કે, આ ચૂંટણીમાં જે 12 ઉમેદવારોએ ઉમેદવારી કરેલ છે તે તમામ ભાજપ સાથે જોડાયેલ હતા અને ડિરેક્ટર તરીકે ચૂંટાવવા માટે બંને પેનલ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. પરંતુ ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે તેમ બંને પેનલ તૂટી છે જેથી ક્રોસ વોટિંગ થયું હતું તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ હોય મત ગણતરીમાં વધુ સમય લાગ્યો હતો અને રવિવારે મોડી રાત એકાદ વાગ્યે ચૂંટણીની મતગણતરી પૂર્ણ કરવામાં આવી હતી અને વિજેતા ઉમેદવારોના નામને જાહેર કરી દેવામાં આવ્યા હતા જેમાં ફૂલના નિશાન ઉપર પાંચ અને ફુલના નિશાના ઉપર એક ઉમેદવારનો વિજય થયેલ છે.

વિજેતા બનેલા અને હરીફ ઉમેદવારોને મળેલા મત

 મોરબી નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં જે 12 ઉમેદવાર હતા તેમાં કોને કેટલા મત મળ્યા તેના ઉપર નજર કરીએ તો દીપકભાઈ પોપટ 1032, પરેશભાઈ કચોરીયા 991, સંજયભાઈ ધોળકિયા 969, ભુપતભાઈ રવેશિયા 967, અશ્વિનભાઈ કોટક 926, મનીષભાઈ ઓગણજા 922, અજયભાઈ કોટક 909, હિમાંશુભાઈ રવેશિયા 897, ભરતભાઈ મીરાણી 857, કુશલભાઈ હિરાણી 851, દીપકભાઈ સોમૈયા 842 અને નિલેશભાઈ ખખખર 814 મત મળેલ છે






Latest News