મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ બેટી બચાઓ, બેટી પઢાઓ: મોરબી અને માળીયા ઘટક કક્ષાનો કિશોરી મેળો યોજાયો હળવદમાં આઈ.ટી.આઈ. ખાતે યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ સાથે ૨૮ ઓક્ટોબરથી સ્વદેશી મેળો યોજાશે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહર્ષિ વાલ્મીકિ જયંતીની ઉજવણી કરાઇ મોરબી અને ટંકારા તાલુકામાં ફટાકડાના હંગામી લાયસન્સની અરજી માટે સમય મર્યાદામાં કરાયો વધારો મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર
Morbi Today

મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ સાથે ૨૮ ઓક્ટોબરથી સ્વદેશી મેળો યોજાશે


SHARE







મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ સાથે ૨૮ ઓક્ટોબરથી સ્વદેશી મેળો યોજાશે

લોકલ ફોર વોકલ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના આશયથી મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સર્જનથી સમૃદ્ધિ’ ની થીમ સાથે આગામી તા. ૨૮ ઓક્ટોબરથી મોરબી ખાતે ‘સ્વદેશી મેળો' યોજાનાર છે. મોરબીમાં સ્કાય મોલની બાજુમાં આવેલા રત્નકલા ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ સ્વદેશી મેળામાં વિવિધ હસ્તકલાની વસ્તુઓ અને સ્થાનિક સામગ્રીઓનું સખી મંડળની બહેનો દ્વારા વેચાણ કરવામાં આવશે. આ સ્વદેશી મેળાનું મુખ્ય આકર્ષણ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગા થીમ પર આધારિત પ્રસ્તુતિઓ, મનોરંજક મેજિક શો, લોક ડાયરો તેમજ સ્વચ્છતા અને જન જાગૃતિલક્ષી નાટકો રહેશે. આ કાર્યક્રમો નિહાળવા અને સ્વદેશી મેળાનો વધુને વધુ લાભ લેવા મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.




Latest News