મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE













માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના માળિયા મિંયાણા ખાતે રહેતા મહિલાએ થોડા દિવસો પહેલા એસિડ પી લીધું હતું.જેથી સારવારમાં ખસેડાયા હતા અને ત્યાં ખાનગી હોસ્પિટલ ખાતે તેઓનું મોત થતા પીએમ માટે ડેડબોડીને સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.બનાવને પગલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરાયેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન તથા માળીયા મિંયાણા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માળિયા મિંયાણા ખાતે રહેતા ખેરૂનબેન અલયાસભાઈ માલાણી નામની ૩૭ વર્ષીય મહિલાએ તેના ઘરે એસીડ પી લીધું હતું.જેથી તેમને અત્રેની શુભ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અત્રે તેઓનું સારવાર દરમિયાન મોત થતા ડેડબોડીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યું હતું.બનાવની જાણ થતા પ્રથમ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા  દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બાદમાં બનાવ માળીયા પંથકનો હોય માળિયા(મિં.) પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા સ્ટાફના ઈમ્તિયાઝભાઈ જામ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક ખેરૂનબેન અપરણીત હતા અને તેઓ થોડા માનસિક અસ્વસ્થ હોય કોઈ કારણોસર ડિપ્રેશનમાં આવી જઈને તેઓએ એસિડ પી લીધું હતું.જેના પગલે તેઓનું મોત નિપજેલ છે.

મારામારીમાં ઈજા

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે થયેલ મારામારીના બનાવમાં જાગુબેન નાનજીભાઈ કારૂ (૪૦), વેરસિંગ નાનજીભાઈ કારૂ (૨૫) ને ઇજાઓ પહોંચી હતી.જ્યારે મુકેશભાઈ પ્રભુભાઈ કારૂ (૨૯) રહે.ભાવપર માળીયા મિંયાણાને પણ ઇજા પહોંચી હોય ત્રણેયને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના રાજપર ગામથી થોરાળા જતા રસ્તે બાઈક લઈને જતા સમયે અચાનક બાઇકની આડે કૂતરૂ આડુ ઉતરતા વાહન સ્લીપ થવાના બનાવમાં ભરતભાઈ લખુભાઈ વાઘેલા (૧૯) રહે.રતનપરા નવાપરા રાજેશ્વર મંદિર પાસે રાપર કચ્છ (ભુજ) ને ઇજાઓ થઈ હોય અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મારામારીનો વધુ એક બનાવ આમરણ ગામે બન્યો હતો.જેમાં ઈજા થતાં આમરણના શબીરભાઈ અલારખાભાઈ બુખારી (૪૧) ને ઇજાઓ થઈ હોય અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના શનાળા રોડ વોડાફોન સ્ટોર નજીક પટેલ લેબોરેટરીને સામેને ભાગે બાઈકમાંથી પડી જતા ઇજા પામેલ ફાલ્ગુનીબેન શાહ (ઉંમર વર્ષ ૫૦) રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.જયારે માળીયા મિંયાણાના વાધરવા ગામે રહેતા પૂર્વદિપસિંહ કૃષ્ણસિંહ જાડેજા નામનો ૨૦ વર્ષનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે ગામના પાટીયા નજીક વાહન સ્લીપ થતા ઇજા પામ્યો હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે કાંતિનગર વિસ્તારમાં રહેતા હાલીમાબેન વલીમામદ મોવર નામના ૭૨ વર્ષના વૃદ્ધા બાઈકમાં બેસીને માળીયા મીંયાણા ખાતે જતા હતા ત્યારે રસ્તામાં વાહનમાંથી પડી ગયા હોય ઇજા પામતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

 








Latest News