ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન 


SHARE







મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન 

મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા સમસ્ત ભરવાડ સમાજના સમૂહલગ્નનું આયોજન કર્યું હતું અને આ સમૂહલગ્ન શુક્રવારે મોરબીમાં ત્રાજપર ચાર રસ્તા પાસે આવેલ સૂર્યસ પેટ્રોલ પંપ પાછળના ભાગમાં જુના ઘુંટુ રોડ ઉપર આવેલા મેદાનમાં રાખવામા આવ્યા હતા. જેમાં સંતો મહંતો અને સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા.

મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમસ્ત ભરવાડ સમાજના ૭ માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૨૬ નવદંપતી સંતો મહંતો અને સામાજિક તેમજ રાજકીય આગેવાનો સહિતનાઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગલાં માંડશે. આ તકે લઘુ મહંત ભરતપુરી બાપુ (ગ્વાલીનાથ મહાદેવની જગ્યા થરા)ગાંડુભગત (મચ્છુ માતાજીની જગ્યા મોરબી)રતનપુરીજી (રાણાબાપા આશ્રમ માથક)દેવાભગત (નકલંક ઠાકરની જગ્યા વેજલપર) અને રોહિતપુરીજી (પાપનાસણા ઠાકરની જગ્યા તરણેતર) સહીતના સંતો મહંતો તેમજ વિનુભાઈ બેચરભાઈ ગમારા (નવા વાડજ અમદાવાદ), મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમરીયા, મોરબીના ડીવાયએસપી જે.એમ. આલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં 16 દીકરીઓના ધામધૂમથી લગ્ન યોજાયા હતા અને આ સમૂહલગ્નમાં દાતાઓના સહયોગથી દીકરીઓને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામા આવી હતી અને નવદંપતીએ સંતો મહંતો અગ્રણીઓ સહિતનાઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવ માટે થઈને સમૂહલગ્ન સમિતિના પ્રમુખ રૈયાભાઈ મુંધવા, જયેશભાઈ ગોલતર, મોતીભાઈ મુંધવા, ભોજાભાઇ મુંધવા, નવઘણભાઈ રાતડીયા, સંજયભાઈ રાતડીયા, ઘોઘાભાઈ ટોટા, દાનાભાઈ બાંભવા, મહેશભાઈ વકાતર સહિતની તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ સમૂહલગ્નમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 






Latest News