મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં માતાને સાવકા દીકરાએ છરી ઝીકિ: ઇજા પામેલ મહિલા સારવારમાં


SHARE































મોરબીમાં માતાને સાવકા દીકરાએ છરી ઝીકિ: ઇજા પામેલ મહિલા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ શક્તિ કિરાના સ્ટોર પાસેથી પસાર થતી મહિલાને તેના સાવકા દીકરાએ છરી મારીને ઇજા કરી હતી જેથી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં કુબેર ટોકીઝ પાસે રહેતા નિરજાબેન રફિકભાઈ દાવલિયા (40) મોરબીના વીસીપરા વિસ્તારમાં શક્તિ કિરાના સ્ટોર પાસે હતા ત્યારે તેના સાવકા દીકરા ઈકબાલ રફીકભાઈ દાવલિયાએ તેઓને છરી મારી હતી જેથી ઇજા પામેલ હાલતમાં નીરજાબેનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

માળીયા (મી) તાલુકાના વાધરવા ગામે રહેતા અનસોયાબેન હરિશ્ચંદ્રસિંહ જાડેજા (54) નામના મહિલા ગામમાં બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જતા તેઓને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરી હતી

દવા પી લેતા સારવારમાં

હળવદ તાલુકાના ગોલાસણ ગામે અરવિંદભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ઉકડીયાભાઈ કલેશ (30) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે












Latest News