ટંકારા તાલુકા પોલીસે 1390 કિલો ચોરાઉ એલ્યુમિનિયમના જથ્થા સાથે એક આરોપીને પકડ્યો, 9.29 લાખનો મુદામાલ કબ્જે: ત્રણ આરોપીની શોધખોળ ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામના યુવાન તથા નાના દહિંસરા ગામના આધેડનું હાર્ટ એટેકથી મોત


SHARE













મોરબીના લાલપર ગામના યુવાન તથા નાના દહિંસરા ગામના આધેડનું હાર્ટ એટેકથી મોત

મોરબીના બે જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોમાં હાર્ટ એટેકના લીધે મોત થવાના બનાવ સામે આવ્યા છે.જેમાં મોરબીના વાંકાનેર હાઈવે લાલપર ગામ પાસે રહેતા યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ દવાખાને ખસેડ્યો હતો.જયાં તેને મૃત જાહેર કરાયો હતો.તે રીતે જ માળીયા(મિં.) તાલુકાના નાના દહિંસરા ગામે રહેતા આધેડને પણ હાર્ટ એટેક આવી ગયેલ હોય તેઓને મૃત જાહેર કરી બનાવ અંગે નોંધ કરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

આ બાબતે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી-વાંકાનેર હાઈવે ઉપર આવેલા લાલપર ગામે રહેતા રામશીભાઈ મોમૈયાભાઈ નગાસી નામના ૩૬ વર્ષના યુવાનને બપોરના ૧૧ વાગ્યાના અરસામાં છાતીમાં દુખાવો ઉપડ્યો હોય ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેને જોઈ તપાસીને મૃત જાહેર કરાયો હતો. જેથી પીએમ માટે ડેડબોડીને સિવિલ હોસ્પિટલ ખસેડાયુ હતુ.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરિયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.તે રીતે જ માળિયા મિંયાણા તાલુકાના નાના દહિંસરા ગામે રહેતા પ્રભુભાઈ બાબુભાઈ પુરબીયા નામના ૫૬ વર્ષના આધેડ કામ સબબ ખારચીયા ગામે ગયેલા હતા અને ત્યાં તેઓને દુખાવો ઉપડતા જાતે વાહન હંકારીને આમરણ દવાખાને પહોંચયા હતા જયાં હાર્ટ એટેક આવી જતા તેમનું મોત નિપજયુ હોય ડેડબોડીને પીએમ માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યું હતું.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માત
મોરબીની વિસી હાઇસ્કૂલ પાછળના રસ્તે વાહનમાંથી પડી જતા સત્તેન્દ્ર કુંવરસિંહ પાલ (૪૮) રહે.ભીમસર સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના શનાળા લાયન્સનગર વિસ્તારમાં રહેતા સુનિતાબેન સુનિલભાઈ વીકાણી નામની ૩૨ વર્ષીય મહિલા કોઈ કારણસર ફીનાઇલ પી ગયેલ હોય તેને અહીં મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના ચાંચાવદરડા ગામ પાસે માળિયા હાઇવે ઉપર શિવમ પેટ્રોલ પંપની સામે આવેલ છે વરદાય પોર્સેલીનો એલએલપી નામના યુનિટની અંદર ઝેરી ગેસ શ્વાસમાં જતા ચક્કર આવતા નીતિશકુમાર મહંતો નામના ૧૮ વર્ષના યુવાનને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના માળીયા મિંયાણા તાલુકાના મોટા ભેલા ગામે રહેતા પરિવારનો યુવરાજ જીવરાજભાઈ ખાંભળીયા નામનો ૧૩ વર્ષનો બાળક ગામમાં સાયકલ લઈને વસ્તુ લેવા માટે દુકાન તરફ જઈ રહ્યો હતો ત્યારે સાયકલમાંથી પડી ગયો હોય ઈજા થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

છરી વડે હુમલો

મોરબીના સામાકાંઠે રહેતા નુરાભાઈ મુસાભાઇ મકરાણી નામના ૩૦ વર્ષના યુવાન ઉપર પેટના ભાગે છરી વડે હુમલો કરવામાં આવ્યો હોય તેને સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો.મોરબીના સામકાંઠે ત્રાજપર ચોકડી નજીક ગુરૂકૃપા હોટેલ પાછળ બનેલા આ બનાવમાં ગુલામભાઈ મુસાભાઇ નામના વ્યક્તિએ નુરાભાઈને છરી મારી હોવાની વાત સામે આવી છે.હાલ નુરાભાઇને સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ તપાસ કરી હતી.જ્યારે મોરબીના ઘુનડા રોડ ઉપર પગપાળા જતા વખતે અજાણ્યા કાર ચાલકે વ્હીલ પગ ઉપર ફેરવી દેતા કેસરભાઈ રામાભાઇ રબારી નામના ૨૧ વર્ષના યુવાનને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News