મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં ડૂબી ગયેલ સગીરને શોધવા માટે ફાયરની ટિમ દ્વારા શોધખોળ શરૂ


SHARE







મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં ડૂબી ગયેલ સગીરને શોધવા માટે ફાયરની ટિમ દ્વારા શોધખોળ શરૂ

મોરબી નજીકના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં આવતી નર્મદાની કેનાલના છેડા પાસે યુવાનો ન્હાવા માટે ગઇકાલે બપોરે ગયા હતા ત્યારે એક સગીર ત્યાં પાણીમાં ડૂબી ગયો હતો જેથી આ બનાવની મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં ડૂબેલા સગીરને શોધવા માટેની શોધખોળ કરી હતી જોકે, મોડી રાત સુધી તે સગીરનો પાણીમાંથી કોઈ પત્તો લાગેલ ન હતો જેથી હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીમાં ડૂબી ગયેલા સગીરને શોધવા માટે થઈને શોધખોળ શરૂ કરવામાં આવી છે તેવું ફાયર વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે.

મોરબીના રફાળેશ્વર ગામે મહાશિવરાત્રીના દિવસે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા દરમિયાન મોરબીમાંથી ત્રણ યુવાન ત્યાં ગયા હતા અને ત્યાર બાદ તેઓ પાછા આવી રહ્યા હતા ત્યારે મોરબીમાં આવેલ નીલકમલ સોસાયટી જેલ રોડ ઉપર રહેતા દીપકભાઈ સોલંકીનો 17 વર્ષનો દીકરો સાહિલ સહિત ત્રણ વ્યક્તિ મચ્છુ-2 ડેમ પાસે આવેલ નર્મદાની કેનાલના છેડા પાસે ન્હાવા માટે ગયા હતા ત્યારે સાહિલ ત્યાં પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેને શોધવા માટે મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ટીમ તત્કાલિક ત્યાં પહોચી હતી અને મોડી રાત સુધીમાં તે સગીરનો પત્તો લાગ્યો ન હતો જેથી આજે સવારથી ફાયરની ટિમ દ્વારા ફરી શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.






Latest News