વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાંથી મળી આવેલ બંને મોબાઈલ ફોનમાં કયા નંબરના સિમ કાર્ડનો ઉપયોગ થયો ?, કોણે-કોણે ઉપયોગ કર્યો તે દિશામાં તપાસનો ધમધમાટ


SHARE













મોરબી સબ જેલમાંથી મળી આવેલ બંને મોબાઈલ ફોનમાં કયા નંબરના સિમ કાર્ડનો ઉપયોગ થયો ?, કોણે-કોણે ઉપયોગ કર્યો તે દિશામાં તપાસનો ધમધમાટ

મોરબી સબ જેલ ખાતે થોડા દિવસો પહેલા અમદાવાદથી જડતી સ્કવોર્ડના જેલર સહિતની ટિમ આવી હતી અને મોરબી સબ જેલની જડતી લેવામાં આવી હતી ત્યારે બેરેક નં. 3 અને 4 ની વચ્ચે જનરલ સંડાસ બાથરૂમમાં બેરેક નં. 4 બાજુથી 6 નંબરના બાથરૂમમાં પાણી જવાના બકોરામાં કાળા કલરનું ઝભલામાંથી બે કિપેડ વાળા સીમકાર્ડ વગરના મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કેદી અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધીને તપાસ કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને આ બંને મોબાઈલ ફોનમાં કયા નંબરના સિમ કાર્ડ લગાવીને તેનો ઉપયોગ કરવામાં આવેલ છે તેમજ કયા મોબાઈલ ફોન ઉપર આ બંને ફોનમાંથી ફોન કરીને વાતો કરવામાં આવતી હતી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદથી ગત શુક્રવારે સવારે જડતી સ્કવોર્ડના જેલર દેવશીભાઈ રમણભાઈ કરંગીયા અને તેઓની ટિમ આવી હતી અને મોરબી સબ જેલની સવારે 11:00થી 1:00 વાગ્યા સુધી જડતી લેવામાં આવી હતી ત્યારે જેલના સર્કલ નંબર 202 પાસે બેરેક નં. 3 અને 4 ની વચ્ચે આવેલ જનરલ સંડાસ બાથરૂમમાં બેરેક નં. 4 બાજુથી 6 નંબરના બાથરૂમમાં પાણી જવાના બકોરામાં કાળા કલરના ઝભલામાં વીંટાળીને મૂકવામાં આવેલા બે કિપેડ વાળા સીમકાર્ડ વગરના મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેથી બેરેક નં. 404 ના 34 અને બેરેક નં. 303 ના 30 આમ કુલ મળીને 64 કાચા કામના આરોપીઓને મોબાઈલ ફોન કોના છે તે બાબતે પૂછપરછ કરી હતી જો કે, કોઈએ મોબાઈલ ફોન બાબતે કબુલાત આપી ન હતી અને માટે જેલમાંથી મળી આવેલા કીપેડ વાળા બેટરી સાથેના બંનેમાં બે- બે સીમકાર્ડ લાગી શકે તે પ્રકારના બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા તે બંને મોબાઇલના આઈએમઇઆઈ નંબર મેળવવામાં આવ્યા હતા અને તેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા કેદી અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનાની તપાસ મોરબી એ ડિવિઝન સ્ટેશનના પીએસઆઈ સી.એમ.કરકરને સોંપવામાં આવેલ છે જેથી તેઓની સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, જેલમાંથી મળી આવેલ મોબાઈલ ફોનમાં સીમકાર્ડ હતા નહીં જેથી કરીને તે બંને મોબાઈલ ફોનના આઈએમઇઆઈ નંબરના આધારે હાલમાં ટેકનિકલ તપાસ ચાલી રહી છે અને તે બંને મોબાઈલ ફોનમાં કયા નંબરના અને કોના નામના સીમકાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો તેમજે તે બંને ફોનમાંથી કયારે અને કોને કોને ફોન કરવામાં આવેલ છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો તટસ્થ તપાસ કરવામાં આવશે તો ઘણી બધી ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

મારામારીમા ઈજા થતા સારવારમાં
મોરબીના ઘુંટુ ગામના રહેવાસી સંજયભાઈ રાણાભાઇ સોલંકી નામના ૨૮ વર્ષના યુવાનને ઘુંટુ ગામ પાસે લાયકોસ સીરામીક નજીક મારામારીના બનાવમાં છાતીના ભાગે ઇજા થયેલ હોય સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.બનાવની હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના જાંબુડીયા ગામે રહેતા જાનીબેન જેરામભાઈ ઇન્દરિયા નામના ૭૬ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે વાહન સ્લીપ થઈ જતા તેમને અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

મહીલા સારવારમાં
મોરબી વીસીપરામાં રહેતા અફસાનાબેન બસીરભાઇ પીલુડિયા નામના ત્રીસ વર્ષીય મહિલા કોઈ કારણોસર ફીનાઇલ પી ગયા હોય તેમને સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.જેથી બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના કંડલા બાયપાસ નેકક્ષસ સિનેમા પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં જેરામભાઈ મોતીભાઈ પરમાર (૬૫) રહે.કુબેરનગર મોરબીને ઇજા થઈ હોય તેમને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.






Latest News