મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ


SHARE































મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડમાં બકાલા માર્કેટની છત ઉપર જુગારની રેડ કરી હતી ત્યારે ચાર શખ્સો ત્યાં જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેને પકડીને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે જ્યારે માળીયા અને ટંકારામાં વરલી જુગારની એક-એક રેડ કરવામાં આવી હતી

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડમાં બકાલા માર્કેટની છત ઉપર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા હરિશ્ચંદ્ર મીનારામ શર્મા (22), દીવાકર રામબહાદુર મોરે (22), સન્ની લાલકાપ્રસાદ સાહુ (19) અને મનીષ ચતુરભાઈ દંતેશરિયા (24) રહે. બધા મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે 6800 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

વરલી જુગાર

માળીયા મીયાણામાં મોટી બજાર પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા અબ્દુલભાઈ હબીબભાઈ જેડા (40) રહે. જેડાવાસ માળિયા મીયાણા વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 420 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધાયો છે

વરલી જુગાર

ટંકારાની ખીજડીયા ચોકડી પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સંજયભાઈ દેવજીભાઈ વિઠ્ઠલાપરા (51) રહે. રાધે ક્રિષ્ના વાળી શેરીમાં ટંકારા વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 1530 રૂપિયાની રોકડ તથા 500 રૂપિયાનો મોબાઈલ આમ ફુલ મળીને 2030 ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને આ શખ્સ દ્વારા અનિલભાઈ સોલંકી રહે. મોરબી વાળા પાસે કપાત કરાવવામાં આવતી હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.  #morbi












Latest News