મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ


SHARE







મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ

મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સાયન્સ સીટી- અમદાવાદનો નિ: શુલ્ક પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા ધોરણ- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે CET ની પરીક્ષા લેવામાં આવે છે. તે પરીક્ષામાં વધુ માર્કસ મેળવી મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને સરકારના ખર્ચે વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ કેળવાય, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેમજ વિજ્ઞાનના સિદ્ધાંતોને પ્રાયોગિક રીતે સમજી શકાય તેવા હેતુથી સાયન્સ સીટી- અમદાવાદનો નિ:શુલ્ક પ્રવાસ કરાવવામાં આવે છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન અન્વયે નોડલ અધિકારી, સહ નોડલ અધિકારી, રુટ સુપરવાઇઝર તેમજ મદદનીશ રુટ સુપરવાઇઝરની ટીમ બનાવી ગત વર્ષે મેરીટ માં આવેલા વિદ્યાર્થીઓને આનંદદાયી સાયન્સ સીટીનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. મોરબીથી કુલ મળીને 6 એસટી બસો સાથે શાંતિપૂર્ણ પ્રવાસ પૂર્ણ કરવામાં આવેલ છે તે બદલ સમગ્ર ટીમને અધિકારી અભિનંદન આપેલ છે.






Latest News