મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ

મોરબીમાં આવેલ સવસર પ્લોટ વિસ્તારમાં રહેતા વૃદ્ધે સોશિયલ મીડિયા મારફતે સોલાર માટેની જાહેરાત જોઈ હતી અને ત્યારબાદ સોલાર ફીટ કરવા માટે થઈને વાતચીત કરતા તેને વિશ્વાસમાં લઈને સામેવાળાએ તેની પાસેથી 16,233 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા જોકે વૃદ્ધને ત્યાં સોલાર ફીટ કરવામાં આવેલ નથી અને તેને રૂપિયા પાછા આપવામાં આવ્યા નથી જેથી ભોગ બનેલા વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં આવેલ સવસર પ્લોટ શેરી નંબર 12 માં રહેતા હિતેશભાઈ અનિલભાઈ સંઘવી (59)એ આઇસીઆઇસીઆઇ બેન્કના એકાઉન્ટ ધારક તથા તપાસમાં જે ખુલે તેની સામે ઠગાઈની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે પોતાના મકાન ખાતે ફરીયાદીએ સોલાર ફીટ કરવા ઇન્ટીફાય સોલાર પીવીટી એલટીડી નામની સોશિયલ મીડિયા મારફતે જાહેરાત જોઈ હતી અને ત્યારબાદ સોલાર ફીટ કરવા માટે થઈને આરોપીએ તેને વિશ્વાસમાં લઈને ફરિયાદી પાસેથી 16,233 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા અને ત્યારબાદ ફરિયાદીને ત્યાં સોલાર ફીટ કરવામાં આવેલ નથી અને તેને તેના પૈસા પાછા આપવામાં આવેલ નથી આવી જ રીતે સાહેદ મિતેશભાઈ ડાયાભાઇ પરમાર નામના વ્યક્તિ સાથે પણ સોલારના નામે 16,233 ની ઠગાઇ કરવામાં આવી હતી જેથી નલાઇન ફ્રોડ મામલે વૃદ્ધની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઠગાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં એ ડિવિઝન પીઆઇ આર.એસ.પટેલ અને તેની ટીમે આરોપી હિરેના નાથાલાલ લાઠીયા (37) રહે. તિરુપતિ પાર્ક-2 ઠેચડા રોડ જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News