મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઉમા સંસ્કારધામ ખાતે કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું કરાયું સન્માન


SHARE







મોરબીના ઉમા સંસ્કારધામ ખાતે કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

"રંગ કેસરીયો હોય કે સફેદ, પણ રક્ષણ તો ખાખી જ આપે." મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત પાટીદાર કરિયર એકેડેમીમાંથી તાલીમ મેળવી પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉતીર્ણ થઈ, પોતાનું ખાખીનું સ્વપ્ન પૂર્ણ કરેલ 15 વિદ્યાર્થીઓનું સન્માન તાજેતરમાં મોરબી નજીક આવેલ ઉમા સંસ્કારધામ ખાતે કરવામાં આવ્યું હતું

વર્ષ 2026 માં પીએસઆઈ અને કોન્સટેબલની શારીરિક કસોટીમાં  અત્યારસુધીમાં મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત પાટીદાર કરિયર એકેડેમીમાંથી તાલીમ લીધેલા 47 વિદ્યાર્થીઓએ ઉતીર્ણ થયા છે તેમનું પણ સન્માન કરવામાં આવેલ હતું. આ સમારોહમાં મોરબી જિલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમ મેળવનાર સ્કૂલ એટલે કે શ્રીમતી ડી જે. પટેલ કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ નિતાબેન મેરજા તથા તમામ કર્મચારી વર્ગનું સન્માન શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમમાં હાજર રહેલ અધિકારી, ટ્રસ્ટીગણ, કર્મચારીવર્ગ તથા વિધ્યાર્થીઓ સહિત 250 થી વધુ લોકો હાજર રહ્યા હતા.






Latest News