મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ‘દિશા’ સમિતિની બેઠક, જન કલ્યાણકારી યોજનાઓના અસરકાર અમલીકરણ અને તેના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા તાકીદ


SHARE







મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ‘દિશા’ સમિતિની બેઠક, જન કલ્યાણકારી યોજનાઓના અસરકાર અમલીકરણ અને તેના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા તાકીદ

મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ‘ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી’ (દિશા) ની બેઠક કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને માળખાગત સુવિધાઓના કામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.બેઠકમાં અધ્યક્ષ દ્વારા ડિસેમ્બર-૨૦૨૫ ના અંત સુધીમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી ભૌતિક અને નાણાકીય કામગીરીની ઝીણવટભરી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.સાંસદએ આ તકે VB -GRAM G, NRLM - 2, પ્રધાનમંત્રી આવાસ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને સોઇલ હેલ્થ કાર્ડ, મહિલા અને બાળ સુરક્ષા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને માતૃ વંદના યોજના, પીએમ પોષણ અને પીએમ કૌશલ્ય યોજના, પીએમ રોજગાર નિર્માણ કાર્યક્રમ સરકારી યોજનાઓની સમીક્ષા કરી હતી. ઉપરાંત આ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી સમયસર અને પારદર્શક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.

બેઠક દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મોરબી મહાનગર પાલિકા અને જિલ્લાની નગરપાલિકાઓ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા, આરોગ્ય, શિક્ષણ અને ખેતીવાડી જેવા મહત્વના વિભાગોના વડાઓએ પોતપોતાના વિભાગની સિદ્ધિઓ અને પ્રગતિ હેઠળના કામોનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. જે અન્વયે કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત યોજનાઓના અસરકારક અમલીકરણ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટેના જરૂરી રચનાત્મક સૂચનો કરવામાં આવ્યા હતા.બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી, નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર સંજય સોની, પ્રાંત અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરો તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News