મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સએ લોકશાહીનો લાઇવ ક્લાસરૂમ-વિધાનસભામાં  ગૃહની કામગીરી નિહાળી


SHARE







મોરબી નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સએ લોકશાહીનો લાઇવ ક્લાસરૂમ-વિધાનસભામાં  ગૃહની કામગીરી નિહાળી

નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની કામગીરી નિહાળી લોકશાહી પ્રક્રિયાનો જીવંત અને પ્રેરણાદાયી અનુભવ કર્યો. ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા ના સહયોગથી આ શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી, ચર્ચા અને નીતિ નિર્માણની સમગ્ર પ્રક્રિયા નજીકથી જોઈને રાજ્યવ્યવસ્થાની ઊંડી સમજ મેળવી. પાઠ્યપુસ્તકની બહાર આવીને લોકશાહી કેવી રીતે કાર્ય કરે છે તેનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો, જે તેમના ભવિષ્ય માટે માર્ગદર્શક સાબિત થશે.

આ ગૌરવપૂર્ણ પ્રસંગે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતિ દર્શનાબેન વાઘેલા, નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સામાજિક ન્યાય અને અધિકારિતતા મંત્રી શ્રી પ્રદ્યુમ્નસિંહ વાજા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ તથા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા એ વિદ્યાર્થીઓ સાથે ફોટો સેશન કરાવ્યું હતું. યુવાનો સાથેની આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે ગૌરવ અને પ્રેરણાનો ક્ષણ બની.સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ જણાવ્યું હતું કે આવી શૈક્ષણિક મુલાકાતો યુવાનોને જાગૃત, જવાબદાર અને સક્રિય નાગરિક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.અંતમાં, કોલેજના પ્રિન્સિપાલ  નિલેશ મિરાણી અને વહીવટી અધિકારી પ્રકાશ ગૂગડિયાએ આ શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ આયોજન અને માર્ગદર્શન આપ્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો.






Latest News