મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 24 હોટલ, રેસ્ટોરન્ટ, બેકરીમાં કર્યુ ચોકિંગ: અખાદ્ય કલર-વાસી ખોરાકનો કર્યો નાશ, 16 વેપારીઓને નોટીસ મોરબી નજીકના વીરપર પાસે આવેલ નવયુગ સંકુલમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી કચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઇ મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની માંગ ભુજ એરપોર્ટ ખાતે સંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર: મોરબીથી બિઝનેસ કે ફરવા માટે ગયેલા 43 જેટલા લોકો હાલમાં દુબઈમાં ફસાયા મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપતો વિશાલ સેજપાલ પત્રકાર નથી: ભોગ બનેલ લોકોને પોલીસનો સંપર્ક કરવા ડીવાયએસપીની અપીલ મોરબીના લાલપર અને ગુંગણ ગામેથી સગીરાઓના અપહરણ કરનાર ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી મહાપાલીકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોની વણજાર


SHARE













મોરબી મહાપાલીકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોની વણજાર

મોરબી મહાપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિતે એક સપ્તાહ સુધી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને તા 1થી 8 માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ છે તેની માહિતી આપવા માટે કમિશનરની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ખાસ કરીને 15 થી 22 સુધી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું મહાપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેની પણ માહિતી આપી હતી.
 
મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી તા. 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાને રાખીને અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1 માર્ચના રોજ સવારે 9 કલાકે સરદાર બાગ મોરબી ખાતે યોગા અને ઝુમ્બા સેશન ફોર વૂમન, 2 માર્ચના રોજ સાંજે 7 કલાકે નગર દરવાજા ફ્લેશ મોબ, 3 માર્ચના રોજ સાંજે 7:30 કલાકે શનાળા પટેલ વાડીએ હોલિકા દહન, 5 માર્ચના રોજ સવારે 10 થી 11 સુધી ઓમ શાંતિ વિધાલય ખાતે સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃતિ કાર્યક્રમ અને અડલ્ટ એજ્યુકેશન અવેરનેસ કાર્યક્રમ0યોજાશે તેમજ6 માર્ચના રોજ સર્વાઈકલ કેન્સર, સ્તન કેન્સર સ્વ નિરીક્ષણ કાર્યક્રમ બપોરે 3 કલાકે યોજાશે. તો 6 અને 7 માર્ચના રોજ સવારે 9 કલાકે મહાપાલિકા મુખ્ય કચેરીએ અ ડે વિથ કમિશ્નર, 7 માર્ચના રોજ સાંજે 7 કલાકે ડી માર્ટ ખાતે નુક્કડ નાટક અને મકનસર ક્રિકેટ મેદાન ખાતે મહિલા ક્રિકેટ મહાપાલિકા સ્ટાફ માટે, 8 માર્ચના રોજ વિકાસ વિધાલય ખાતે મસ્તી સ્ટ્રીટ અને સરદાર બાગ ખાતે મહિલા સશક્તિકરણ અને સમાજમાં ભૂમિકા વિષય પર સ્પર્ધા યોજાશે. તેમજ 15 થી 22 માર્ચ સુધી મકનસર ક્રિકેટ મેદાન ખાતે ઓલ મોરબી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતીકાલે ‘યોગ શિબિર’નું આયોજન: નિરોગી જીવન માટે નાગરિકોને જોડાવા અનુરોધ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે વાંકાનેરના નગરજનો માટે આવતીકાલે તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ ને શનિવારના રોજ સવારે ૬ થી ૮ કલાક દરમિયાન વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ‘દવા વગરનું સ્વાસ્થ્ય’ પ્રાપ્ત કરવાના ઉમદા હેતુથી વાંકાનેર સિવિલ હોસ્પિટલ સામે આવેલા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આ શિબિર યોજાશે, જેમાં નિષ્ણાતો દ્વારા આસન, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કારનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવશે.આ શિબિરમાં તમામ વયના નાગરિકો નિઃશુલ્ક ભાગ લઈ શકશે. સહભાગી થનાર નગરજનોએ પોતાની સાથે પાણીની બોટલ અને યોગ મેટ (પાથરણું) લાવવાનું રહેશે. આધુનિક જીવનશૈલીમાં યોગ અને ધ્યાન દ્વારા મેદસ્વીતા દૂર કરી સ્વસ્થ જીવન જીવવા માટે વાંકાનેરની જનતાને બહોળી સંખ્યામાં આ શિબિરનો લાભ લેવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News