મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

વાંકાનેર હાઈવે પરથી અજાણ્યા પુરુષની લાશ મળી; વાલીવારસની શોધખોળ માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરાઇ


SHARE













વાંકાનેર હાઈવે પરથી અજાણ્યા પુરુષની લાશ મળી; વાલીવારસની શોધખોળ માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરાઇ

મૃતક વિશે કોઈને માહિતી હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ગારીડા ગામ પાસે હાઈવે રોડ પર આવેલ તીરથ હોટલની સામેની ભેખડ પરથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. અંદાજે ૪૦ થી ૪૫ વર્ષની વયના આ અજાણ્યા પુરુષે લીમડાના ઝાડ સાથે ચાદરના લીરા વડે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મૃતકની લાશનું વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી તેના વાલીવારસ મળી આવ્યા ન હોવાથી મૃતદેહને હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. મૃતકની ઓળખ માટેના વર્ણનની વિગતો જોઈએ તો, મૃતક પુરુષ આશરે ૪૦ થી ૪૫ વર્ષની વયના છે અને તેમનો બાંધો પાતળો છે તથા માથાના વાળ કાળા અને સફેદ છે. પહેરવેશમાં તેઓએ બ્લુ કલરનું આખી બાંયનું ટીશર્ટ અને તેની નીચે કાળા કલરનું આખી બાંયનું ટીશર્ટ પહેરેલ છે, તેમજ નીચે કાળા અને સફેદ કલરની ચેક્સ વાળી લુંગી તથા મહેંદી કલરનો નાઈટ ચડો પહેરેલો છે.

સબંધિત વ્યક્તિ વિશે જો કોઈને જાણકારી હોય અથવા તેમના વાલીવારસ અંગે કોઈ માહિતી હોય, તો તાત્કાલિક વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલશ્રી એમ.એચ. વાસણીના મોબાઈલ નંબર: ૬૩૫૧૨ ૧૪૮૮૩ અથવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર ૬૩૫૯૬ ૨૬૦૮૬ ઉપર સંપર્ક કરવા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.






Latest News