મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને યુવાનને મારમાર્યો


SHARE







મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને યુવાનને મારમાર્યો

મોરબીમાં સબજેલની સામેના ભાગમાં આવેલ રબારીવાસ નજીક રહેતા યુવાનને જૂની અદાવતનો ખાર રાખીને બોલાચાલી કરીને માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબીમાં આવેલ રબારીવાસથી વિસ્તાર પાસે રહેતા દિવ્યેશભાઈ કિરણભાઈ મકવાણા (24)એ હાલમાં નરેન્દ્રભાઈ ધીરુભાઈ મકવાણા (34) રહે. રબારીવાસ સામે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, જૂની અદાવતમાં રોષ રાખીને નરેન્દ્રભાઈએ તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેને મારમાર્યો હતો જેથી ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારા મારીમાં ઇજા

મોરબીના પાવડિયારી રોડ ઉપર મેગા ટોન સીરામીક યુનિટ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં મોહનભાઈ કુમાનસિંહ ગોડ (26) નામના યુવાનના ઇજા થતાં તેને સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી

અકસ્માતમાં ઇજા

મોરબીના ટિંબડી ગામ નજીક આવેલ પાટીદાર ટાઉનશીપ ખાતે રહેતા પટેલ વિષ્ણુભાઈ મણીલાલ (50) નામના આધેડ રવિરાજ ચોકડીથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અજાણી કારના ચાલકે તેઓના બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીના પાવડીયારી રોડ ઉપર આવેલ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અનિલભાઈ ઘનશ્યામભાઈ મેઘવાળ (24) નામના યુવાનને ઇજા થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ

મૂળ એમપીના રહેવાસી ભગવાનભાઈ ડાભી (43) નામનો યુવાન પીપળી ગામ નજીકથી બાઇકમાં જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને  જાણ કરવામાં આવી છે.






Latest News