વાંકાનેર નજીક રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા ઈજા પામેલા વૃદ્ધ સારવારમાં: ગુનો નોંધાયો
મોરબીમાં એક જ રાતમાં અનેક કારના કાચ તોડી નાખનાર ત્રિપુટી સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીમાં એક જ રાતમાં અનેક કારના કાચ તોડી નાખનાર ત્રિપુટી સામે ગુનો નોંધાયો
મોરબીમાં શનિવારની રાતે કાચ તોડ ગેંગ સક્રિય થઈ હોય તે પ્રકારનો ઘાટ જોવા મળ્યો છે અને મોરબીના પોસ વિસ્તાર કહી શકાય તેવા સનાળા રોડ, છાત્રાલય રોડ સહિતના વિસ્તારોમાં એક બે નહીં પરંતુ અંદાજે 15 જેટલી કારના કાચ રાત્રી દરમિયાન બાઈક લઈને નીકળેલા અજાણ્યા 3 શખ્સ દ્વારા તોડી નાખવામાં આવ્યા છે જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા 3 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીમાં શનિવારે રાત્રે સનાળા રોડ, કન્યા છાત્રાલય રોડ, મુનનગર ચોક સહિતના જુદા જુદા વિસ્તારોની અંદર રાત્રિના સમયે લોકોએ પોતાના ઘરની બહારના ભાગમાં પાર્ક કરેલા વાહનોના કાચ તોડવામાં આવ્યા છે. જે બનાવ વિશે અતુલભાઈ જાની અને મેહુલભાઈ ગાંધી સહિતના સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે એક બે નહીં પરંતુ અંદાજે 15 જેટલી કારના કાચ રાતના સમયે બાઈક ઉપર નીકળેલા અજાણ્યા 3 શખ્સ દ્વારા તોડવામાં આવ્યા છે જોકે કયા કારણોસર કારના કાચને તોડવામાં આવ્યા છે અને આ વાહનોમાંથી કોઈ માલ સામાનની ચોરી કરવામાં આવી છે કે કેમ તે બાબતે હજુ કોઈ વિગતો સામે આવી નથી. પરંતુ એકી સાથે એક જ રાતમાં અંદાજે 15 જેટલી કારના કાચ તોડવામાં આવ્યા છે જેથી કરીને આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવા માટેની તજવીજ હાથ ધરી હતી અને હાલમાં આ બનાવ સંદર્ભે મોરબીમાં આવેલ રબારી કોલોની સામે સદગુરુ મિલની નજીક રહેતા કાનાભાઈ પાલાભાઈ ડાંગર (36)એ અજાણ્યા ત્રણ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના વસંત પ્લોટ વિસ્તારમાં માનસ આર્કેડ કોમ્પલેક્ષ નજીક તેઓએ પોતાની કેરી ગાડી નંબર જીજે 3 બી ઝેડ 4949 તથા સાહેદની કાર નંબર જીજે 36 બી 0049 ના કાચમાં ધોકા મારીને મેઈન કાચને તોડી નાખેલ છે અને અંદાજે 14000 રૂપિયાનું નુકસાન કરેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે