ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 2 મહિલા સહિત કુલ 14 લોકો પકડાયા મોરબીમાં છતનું સેન્ટીંગ કામ કરતાં સમયે ઉપરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત: આદર્શ સોસાયટીમાં ઘરે સુતેલા વૃદ્ધનું નિદ્રાધીન અવસ્થામાં મોત મોરબી જિલ્લામાં જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ લોકમેળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા-જીતુભાઈ સોમાણીએ રાઇડ્સની મજા માણી વાંકાનેરના માટેલ રોડ ઉપર બાઈકમાંથી નીચે પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: હળવદમાં અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ દેશી દારૂની રેડ: 1.25 લાખનો મુદામાલ કબ્જે


SHARE





માળીયા (મી) તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ દેશી દારૂની રેડ: 1.25 લાખનો મુદામાલ કબ્જે

માળીયા મીયાણા તાલુકાના વેણાસર ગામની સીમમાં અને માણાબા ગામ પાસે દેશી દારૂની બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 2600 લિટર આથો અને 300 લિટર દેશી મળી આવેલ હતો જેથી કરીને પોલીસે કુલ મળીને 1.25 લાખનો મુદામાલ કબ્જે કરીને માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વેણાસર ગામની સીમમાં પવનચક્કીની બાજુમાં આવેલ વોંકળાના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1800 લીટર આથો તથા 300 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 1,05,000 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આમીન ઉર્ફે ટકી ઇસ્માઇલભાઇ મોવર રહે. વેણાસર ગામ માળીયા વાળની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

માળીયા મીયાણા તાલુકાના માણાબા ગામ પાસે આવેલ ઘોડાધ્રોઇ નદીના કાંઠે બાવળની કાંટમાં એલસીબીની ટીમે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 800 લીટર આથો મળી આવેલ હતો જેથી 20,000 રૂપિયાનો મુદ્દામાલ એલસીબીની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જયેશ હીરાભાઈ ઝીંઝવાડીયા (27) રહે. મણાબા વાળાની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે




Latest News