મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર અને ગુંગણ ગામેથી સગીરાઓના અપહરણ કરનાર ઝડપાયા


SHARE













મોરબીના લાલપર અને ગુંગણ ગામેથી સગીરાઓના અપહરણ કરનાર ઝડપાયા

મોરબી તાલુકાના બે જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી સગીરાઓના અપહરણ થયા હતા જે બનાવોમાં તપાસ ચલાવીને તાલુકા પોલીસે બે આરોપીઓને પકડી પાડ્યા છે.
જેમાં થોડા દિવસો પહેલા લાલપર ગામેથી સગીરાનું અપહરણ થયેલ જેની ફરિયાદ નોંધાવાયેલ હોય તાલુકા પીઆઇ એસ.કે. ચોહલ તથા સ્ટાફે તે ગુનામાં આરોપી રાજુભાઇ અહીરવાર (ઉ.વ. 20) હાલ રહે. એન્ટીક સીરામીક લેબર ક્વાટર, લખધીરપુર રોડ, મોરબી, મુળ રહે. ગઢોળી, જવાહત થાના, તા. થોરાઇ, જી. સાગર મધ્ય પ્રદેશની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

જ્યારે મુળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના ગુંગણ ગામે રહીને ગુજરાન ચલાવતા મજુર પરિવારની સગીરવયની દિકરીનું અપહરણ થયેલ જે અંગે નોંધાવાયેલી ફરિયાદ આધારે તપાસ ચલાવીને તાલુકા પીઆઇ ચોહલ અને સ્ટાફ દ્વારા હાલમાં જયપાલ ઉર્ફે શંકર ગોપાલભાઇ કોળી (ઉ.વ. 20, રહે. જામીયા મંજુલીયા ફળીયુ, ખામખેડા પંચાયત, ગોડવડી, તા. સંગાથ, જી. ખરગોન, મધ્યપ્રદેશ) ની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

વાહન અકસ્માત
મોરબીના રવાપર રોડ રહેતા લીલાબેન મગનભાઇ સંઘાણી નામના 77 વર્ષના વૃધ્ધાને રવાપર બોની પાર્ક પાસેના શિવ મંદિર નજીક અજાણ્યા વાહન હડફેટે ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા જ્યારે પંચાસર રોડ, હનુમાન મંદિરની પાસે બાઇક અકસ્માતના બનાવમાં ઇજા થતાં હર્ષદ કાંતિલાલ ચારોલા રહે. રાજનગર પંચાસર રોડને ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવાયો હતો તેમજ મોરબીના સામાકાંઠે ઇન્દીરાનગર ખાતે રહેતો જીતેન્દ્ર બાબુભાઇ માનેવાડીયા નામનો 41 વર્ષનો યુવાન વિસ્તારમાં આવેલ ખોડીયાર મંદિર પાસેથી પગપાળા ચાલીને જતો હતો ત્યારે કાર હડફેટે ઇજા થતા સારવારમાં દવાખાને લઇ જવાયો હતો.

યુવતી સારવારમાં

મોરબી નવલખી રોડ રણછોડનગર પાછળ નિધિ પાર્કમાં રહેતી સાનીયાબેન અબ્દુલભાઈ લંઘા નામની 16 વર્ષની યુવતીને ઈલે. શોટ લાગતા હાથમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાઈ હતી. જયારે મહેન્દ્રનગરના ગાયત્રીનગરમાં રહેતા ધીરૂભાઈ કાથળભાઈ કોળી (ઉ.50) બહેનના ઘરે લક્ષ્મીનગર જતા હતા ત્યારે માળીયા હાઈવે ઉપર બાઈક સ્લીપ થતા ફ્રેકચર જેવી ઈજા થવાથી સારવાર માટે લઈ જવાયા હતા.

વાહન અકસ્માત
 મોરબીના મહેન્દ્રનગર ગામે સીએનજી પંપ પાસે ટ્રક ચાલકે ઠોકર મારતા ઈજાગ્રસ્ત થયેલા સંજયભાઈ ઠાકરશીભાઈ શેરસીયા રહે. રવાનરને આયુષમાં સારવાર માટે લઈ જવાયા હતા. જયારે મોરબી વીસીફાટક પાસે પાંચેક લોકોને લાકડી પાઈપ વડે માર મારતા રામક્રિષ્ન રામદાસભાઈ રાય (ઉ.30) રહે. ઢુવા તા.વાંકાનેરને અત્રે સારવાર માટે લવાયેલ અને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો. તેમજ યોગીનગર મોરબી-2 ખાતે મારામારીમાં ઈજા તથા ત્યાં રહેતા જોસનાબેન રતીલાલ અગેચાણીયા (45)ને સિવીલે ખસેડાયા હતા. અને રાપર કચ્છના મણાબા ગામે તળાવ પાસે બાઈક સ્લીપ થતા આયશુબેન રજાકભાઈ રાઉમા (36)ને સારવાર માટે મોરબી લવાયા હતા. જયારે બાઈકમાંથી પડી જતા ઈજા પામેલ બસીરબાનુ હબીબભાઈ ભટ્ટી (28) રહે.નવા અંજીયાસર માળીયા મીંયાણાને સારવાર માટે મોરબી લવાયા હતા






Latest News