મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

કચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઇ


SHARE































કચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઇ

અનિષ્ટ પર ઈસ્ટનો વિજય એ હોલીકાતસ્વ અને તેને ઉજવવા માટે રંગોત્સવ. નાના ભૂલકાંથી લઇ અબાલ વૃધ્ધજનો સૌ મન મુકી આનંદોત્સવને ઉજવે છે. કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા સરહદના સેઢે આવેલ ભુજ તાલુકાનાં કુરન ગામે નાના ભુલકા, સામાજીક અને રાજકીય સાથીઓ સ્નેહીજનો, શુભેચ્છકો સાથે અબીલ ગુલાલ ઉડાવી આનંદોત્સવ મનાવ્યો હતો. નાની બાળાઓ, નાના ભુલકાઓ ને શૈક્ષણિક કીટ વિતરણ કરી રંગ ઉડાવી આનંદની પળોના પ્રત્યક્ષ સાક્ષી બન્યા હતા. રંગોત્સ્વમાં યુવાનો, મહિલાઓ, બાળકો સૌએ ભગવાન પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ રંગોત્સવમાં સાંસદ વિનોદભાઇ ચાવડા સાથે દિલાવરસિંહ સરૂપાજી સોઢા ભીમજીભાઈ, વિરમભાઇ આહીર, સરૂપાભા અગ્રાજી સોઢા, ઝાલુભા સોઢા, બીજલભાઈ ભસર સહિતના જોડાયા હતા.












Latest News