મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુદી જુદી 3 જગ્યાએ વૃદ્ધા, આધેડ અને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







મોરબી શહેર-તાલુકામાં જુદી જુદી 3 જગ્યાએ વૃદ્ધા, આધેડ અને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી શહેર તેમજ લક્ષ્મીનગર ગામે જુદીજુદી ત્રણ જગ્યાએ વૃદ્ધા, આધેડ અને યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી કરીને આ બનાવોની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં આવેલ ડિવાઇન પાર્ક સત્ય-બી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301 માં રહેતા સવિતાબેન છગનભાઈ પાંચોટિયા (75) નામના વૃદ્ધાએ એપાર્ટમેન્ટના ધાબાની ઓરડીમાં પોતાની જાતે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત કર્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સોઓરડી પાસે આવેલ ચામુંડાનગર એકમાં રહેતા ગૌતમભાઈ અમરશીભાઈ સોલંકી (55)એ પોતે પોતાના ઘરની અંદર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેમ ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી હતી

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા મહેશભાઈ રમેશભાઈ પરમાર (30) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પરિવારજન બીપીનભાઈ પરમાર (32) રહે. લક્ષ્મીનગર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News